News Continuous Bureau | Mumbai
ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઇન પર પુલ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ ને કારણે રેલ યાતાયાત સ્થગિત કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
આંશિક રદ ટ્રેનો:-
• 02 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2025 સુધી, ટ્રેન નં. 19223 સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ ફિરોઝપુર કેન્ટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ પ્રકારે આ ટ્રેન ફિરોઝપુર કેન્ટ અને જમ્મુ તવી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 03 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ટ્રેન નં. 19224 જમ્મુ તવી-સાબરમતી એક્સપ્રેસ ફિરોઝપુર કેન્ટ સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે. આ પ્રકારે આ ટ્રેન જમ્મુ તવી અને ફિરોઝપુર કેન્ટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો:Ahmedabad plane crash: ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ
રદ ટ્રેનો:-
1. 7,14,21 અને 28 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નં 19415 સાબરમતી–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે.
2. 2,9,16,23 અને 30 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નં 19416 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
3. 06 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નં 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે.
4. 04 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નં 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે.
5. 02 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે.
6. 03 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નં 12477 જામનગર–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે.
7. 06,13,20 અને 27 સપ્ટેમ્બર 2025 ની ટ્રેન નં 19027 બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તવી એક્સપ્રેસ રદ રહેશે.
8. 8,15,22 અને 29 સપ્ટેમ્બર 2025 ટ્રેન નં 19028 જમ્મુ તવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રદ રહેશે.
9. 7,14,21 અને 28 સપ્ટેમ્બર 2025 ટ્રેન નં 19107 ભાવનગર ટર્મિનસ-એમસીટીએમ ઉધમપુર એક્સપ્રેસ રદ રહેશે.
10. 8,15,22 અને 29 સપ્ટેમ્બર 2025 ની ટ્રેન નં 19108 એમસીટીએમ ઉધમપુર-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.