ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
દેશમાં કોરોનાની સ્થિતિ હજી ગંભીર છે. તેવામાં દેશના ૧૮૦ જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં છેલ્લાં ૭ દિવસમાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો હોવાની માહિતી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને શનિવારે આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું કે "છેલ્લા ૭ દિવસથી દેશના ૧૮૦ જિલ્લાઓમાં કોરોનનો એક પણ નવો કેસ જોવા મળ્યો નથી. તો ૧૮ જિલ્લાઓમાં છેલ્લાં ૧૪ દિવસમાં અને ૫૪ જિલ્લાઓમાં છેલ્લાં ૨૧ દિવસમાં કોઈ કેસ નોંધાયો નથી.”
આ રાજ્ય એ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન નહીંજ લાગે. જાણો કયા રાજ્ય એ જણાવ્યું…..
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪,૦૧,૦૭૮ નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને ૨,૧૮,૯૨,૬૭૬ થઈ ગઈ છે. તો 3,૧૮,૬૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ મળ્યો છે. દેશમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા હવે ૧,૭૯,૩૦,૯૬૦ પર પહોંચી ગઈ છે.