અરે વાહ, ભારતમાં નોવાવેક્સની કોરોના રસીને મંજૂરી મળી, આ ઉંમર સુધીના બાળકોને રસી અપાશે; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરાનાની રસીના મોરચે ભારત માટે વધુ એક સારા સમાચાર છે. 

નોવાવેક્સની કોરોના રસીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. 

આ રસી 12 થી 17 વર્ષની વયના બાળકોને આપવામાં આવશે. 

નોવાવેક્સની આ રસી NVX-CoV2373 તરીકે પણ ઓળખાય છે. 

ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) આ રસી બનાવી રહી છે. 

ભારતમાં, તે Covovax બ્રાન્ડ નામથી ઓળખાશે. આ પ્રથમ પ્રોટીન આધારિત રસી છે.

ઉલ્લેખનીય છે કે Covovax હવે દેશમાં ચોથી એવી રસી છે જે ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવશે.

 આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યોમાં વરસાદની આગાહી, તો આ રાજ્યવાસીઓનો છુટશે પરસેવો; હવામાન વિભાગનો વર્તારો 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More