ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
Jio અને googleનો સૌથી સસ્તો સ્માર્ટફોન jiophone Next આજથી સ્ટોર્સમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ફોન ખરીદવા માટે માત્ર 1,999 રૂપિયા ચૂકવવા પડશે અને બાકીના પૈસા તમે 18 કે 24 મહિનાના હપ્તામાં ચૂકવી શકશો. ફોનને હપ્તામાં મેળવવા માટે તમારે 501 રૂપિયાની પ્રોસેસિંગ પણ ચૂકવવી પડશે, પરંતુ જો તમે તેને હપ્તા આપ્યા વગર ખરીદવા માગો છો તો 6,499 રૂપિયા ચૂકવીને એક જ વારમાં ખરીદી શકાશે. આ ફોન દેશભરમાં reliance retailના JioMart ડિજિટલ સ્ટોરમાં ઉપલબ્ધ રહેશે.
jio ફોનને jio અને google દ્વારા વિકસાવવામાં આવ્યો છે. jio ફોનમાં આગળનો કેમેરો 13 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રેન્ટ કૅમેરા 8 મેગાપિક્સલનો છે. તેની સ્ક્રીન સાઇઝ 5.45 inch+ મલ્ટીટચ છે. રીઝોલ્યુશન HD + (720 *1400) છે અને તેમાં એન્ટીફિંગરપ્રિન્ટ કોટિંગ સાથે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 છે.
સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon QM-215, Quad core 1.3 GHz સુધીનું પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. ફોનમાં 2GB રેમ અને 16GB મેમરી છે. જેને કાર્ડ દ્વારા 512 GB સુધી વધારી શકાય છે. બેટરી 3500mAH છે. બે નેનો સિમનો ઉપયોગ કરી શકાય છે. કનેક્ટિવિટીમાં વાઇફાઇ, v4.1 બ્લૂટૂ, micro USB અને 3.5 mm સ્ટાન્ડર્ડ ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
જો તમે તમારા માટે અથવા કોઈ ખાસ વ્યક્તિ માટે આ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા નજીકના jioMart ડિજિટલ રિટેલરની મુલાકાત લો અથવા www.jio.com/next પર સંપર્ક કરીને વિગત જાણી શકો છો.
Join Our WhatsApp Community
