ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
દેવામાં ડૂબેલી એર ઈન્ડિયા અંતે વેચાઈ ગઈ છે. જોકે, સરકારના હાથમાંથી ટાટાના હાથમાં જવામાં થોડો સમય લાગશે. જોકે એ પહેલા હવે નાણા મંત્રાલયે તમામ મંત્રાલયોને અને કેન્દ્ર સરકારના તમામ ખાતાઓને ચોખ્ખા શબ્દોમાં આદેશ આપ્યો છે કે એર ઈન્ડિયાની જે પણ ઉધારી હોય તે તાત્કાલિક ચૂકવી દો.
તાજેતરમાં નાણા મંત્રાલયે એક મેમોરેન્ડ બહાર પાડયું હતું જેમા કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં રહેલી પોતાની હિસ્સેદારી ટાટા સન્સને વેચી દીધી છે. પ્રક્રિયા પૂરી થયા બાદ એર ઈન્ડિયા પૂર્ણ રીતે ટાટા સન્સને સોંપી દેવામાં આવશે. આ દરમિયાન એર ઈન્ડિયાએ હવે એર ટિકિટ ખરીદનારા સરકારી ખાતા અને મંત્રાલયને આપતી ક્રેડિટ સુવિધા બંધ કરી દીધી છે. તેથી હવે એર ઈન્ડિયાની ટિકિટ સરકારી ખાતાના અધિકારીઓએ રોકડ રકમ આપીને જ ખરીદવાની રહેશે.
કોંગ્રેસ પાર્ટીને મળ્યો ગ્લેમરનો એક નવો ચહેરો, ટેલીવિઝન જગત ની આ જાણીતી અભિનેત્રી પાર્ટીમાં જોડાઈ
2009ની સાલથી એર ઈન્ડિયા સરકારી ખાતાને ક્રેડિટ પર એર ટિકિટ આપતી હતી. જેમા ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન સરકાર, મંત્રાલય અને જુદા જુદા ખાતાના અધિકારી સરકારી ખર્ચ પર હવાઈ પ્રવાસ કરી શકતા હતા. સરકાર બાદમાં એર ઈન્ડિયાને ટિકિટનો ખર્ચ ચૂકવી દેતી હતી. ભારત સરકારે વર્ષોથી એર ઈન્ડિયાને પૈસા ચૂકવ્યા નથી. ત્યારે હવે મેમોરેન્ડ બહાર પાડીને ક્રેડિટને બદલે રોકડ રકમ આપીને ટિકિટ ખરીદવાનો આદેશ સરકારે આપ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી એર ઈન્ડિયાને વેચી મારવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે છેવટે ટાટા સન્સે એર ઈન્ડિયાને સૌથી મોટી બોલી લગાવીને ખરીદી લીધી હતી.