ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
હવે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો અને ભારતીય સેનાના જવાનો વચ્ચે અથડામણ થશે તો આપણા સૈનિકો તેમના પર ભારે પડશે. નોઇડા સ્થિત એક કંપનીએ LAC પર ચીની સૈનિકો સાથે લડવા માટે ઓછાં ઘાતક, પરંતુ ખતરનાક હથિયારો બનાવ્યાં છે. ત્રિશૂળ, દંડ અને વજ્ર જેવાં શસ્ત્રો ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપશે.
ગયા વર્ષે ચીની સેનાએ ભારતીય સૈનિકો પર ટીઝર ગન, કાંટાળી લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ભારતીય જવાનોએ પણ પૂરી તાકાતથી જવાબ આપ્યો, ત્યારથી ચીન અને ભારત વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધ્યો છે.
હાય રે મોંઘવારી: મુંબઈમાં શાકભાજી એટલી મોંઘી થઈ કે લોકોને કઠોળ ખાવાં પડે છે
આવાં હથિયારો બનાવવા માટે સુરક્ષા દળોએ નોઇડા સ્થિત એપસ્ટરન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ઑર્ડર આપ્યો હતો. કંપનીએ ભગવાન શિવના ત્રિશૂળ જેવું જ શસ્ત્ર બનાવ્યું છે. કંપનીના ચીફ ટેક્નોલૉજી ઑફિસર મોહિતકુમારે જણાવ્યું હતું કે સ્ટૅન્ડ ઑફ બાદ ગલવાનમાં તહેનાત સૈનિકોને આપવા માટે હળવાં અને ઓછાં ઘાતક હથિયારો બનાવવાનું કહેવામાં આવ્યું હતું. અમે પરંપરાગત હથિયારોમાંથી પ્રેરણા લઈને ઓછાં ઘાતક શસ્ત્રો બનાવ્યાં છે. એક શસ્ત્રનું નામ 'વજ્ર' છે. આ લાકડી જેવા હથિયારમાં લોખંડના કાંટા લગાવવામાં આવ્યા છે. એનાથી બુલેટ પ્રૂફ વાહનોને પંચર પણ કરી શકાય છે. લડાઈ દરમિયાન સેના માટે ઉપયોગી થશે. 'વજ્ર'થી દુશ્મનને ઇલેક્ટ્રિક શૉક પણ આપી શકાય છે. બટન દબાવવા પર તેના કાંટામાં કરંટ ચાલવા લાગે છે. જે દુશ્મન સૈનિકોને થોડી સેકંડમાં બેભાન કરી દેશે. વજ્ર ઉપરાંત કંપનીએ સૈનિકો માટે ખાસ હાથમોજું બનાવ્યું છે. એને 'સેપર' નામ આપવામાં આવ્યું છે. જે કોઈને મારવા પર કરંટ ઉત્પન્ન કરે છે અને વિરોધીને બેભાન કરવામાં સક્ષમ છે. એને ઠંડીમાં મોજાં તરીકે પણ વાપરી શકાય છે. ‘દંડ’ પણ કરંટવાળી લાકડી છે. જેનો માર લાગતાં દુશ્મનને ચટકા લાગશે.
ભારત- ચીનની સીમા ઉપર ગોળીબારની મનાઈ હોવાથી. બંને બાજુના જવાનો વિવાદ થાય ત્યારે ઘાતક શસ્ત્રોના બદલે પારંપારિક શસ્ત્રોનો ઉપયોગ કરે છે.
મુંબઈગરા ઑક્ટોબર હીટથી હેરાન, મુંબઈમાં ગરમી વધવાનાં આ છે કારણો; જાણો વિગત