હવે મોનસુનની એન્ટ્રી થઈ : આંદામાન-નિકોબાર પહોંચ્યું ચોમાસું

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

શનિવાર

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ભારતનું ચોમાસું આંદામાન અને નિકોબારના દ્વીપ સમૂહ પર પહોંચી ગયું છે. આનો અર્થ એ થાય છે કે આગામી એક અઠવાડિયામાં એ કેરળ પહોંચી જશે તેમ જ સમયસર ભારત પર વાદળાઓ છવાઈ જશે.

ઉલ્લેખનીય છે કે મોસમ વિભાગે પહેલાં જણાવ્યું હતું કે ચોમાસું એક દિવસ વહેલું એટલે કે 31મી મેના રોજ બેસી જાય એવી શક્યતા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More