ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન ૨૦૨૧
બુધવાર
કૉન્ગ્રેસનો મોટો ચહેરો આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયો છે. બપોરે ભાજપના મુખ્યાલય ખાતે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં આ નેતાએ પોતાનો આ નિર્ણય જાહેર કર્યો હતો. અગાઉ એવી અટકળો હતી કે કૉન્ગ્રેસનેતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાઈ શકે છે. આ પ્રેસ-કૉન્ફરન્સમાં ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને પીયૂષ ગોયલ ઉપસ્થિત હતા.
જિતિન પ્રસાદને કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની નજીકના માનવામાં આવે છે. જિતિન પ્રસાદ તેમના ઘરેથી ગૃહપ્રધાન અમિત શાહના ઘરે પહોંચ્યા હતા અને ત્યાર બાદ BJPના મુખ્યાલય ખાતે આ પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી. આપને જણાવી દઈએ કે તાજેતરમાં સમાપ્ત થયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં જિતિન રાજ્યના પ્રભારી હતા.
રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ
ગયા વર્ષે જ જિતિન પ્રસાદે બ્રાહ્મણ ચેતન પરિષદ નામના તેમના નેતૃત્વ હેઠળ એક સંસ્થા સ્થાપિત કરી હતી. જિતિન પ્રસાદને પાર્ટીમાં લાવવા પાછળનો ભાજપનો હેતુ એ છે કે પાર્ટીથી નારાજ બ્રાહ્મણ સમાજના લોકો શાંત થઈ શકે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન બન્યા હોવાથી કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઠાકુરની વધુ તરફેણ કરે છે.