Site icon News Continuous Bureau | Mumbai

eKYC Ration Card: હવે ઘરે બેઠાં આ મોબાઈલ એપથી કરાવી શકશો રેશન કાર્ડનું E KYC! ગુજરાતના લાખો લાભાર્થીઓએ લીધો લાભ..

eKYC Ration Card: રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું ૧૦૦ ટકા e-KYC કરાવવા ઝુંબેશ . હાથ ધરાઈ: અત્યાર સુધીમાં ૭૮ લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ. રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ સહિત વિવિધ ત્રણ રીતે e-KYC કરાવી શકશે

Now you can do E KYC of ration card at home with this mobile app! Millions of beneficiaries of Gujarat have benefited.

Now you can do E KYC of ration card at home with this mobile app! Millions of beneficiaries of Gujarat have benefited.

News Continuous Bureau | Mumbai 

eKYC Ration Card:  કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યના લાભાર્થીઓના-જનસંખ્યાના રેશનકાર્ડને ( Ration Card ) આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા e-KYC સમયમર્યાદામાં પૂર્ણ કરવા દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશમાં સહભાગી થઇને e-KYC કરાવવા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

વધુમાં યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ( Gujarat ) અત્યાર સુધીમાં ૨૬.૧૯ લાખ રેશનકાર્ડનાં ૭૮.૫૪ લાખ લાભાર્થીઓની e-KYC વેરીફીકેશન ( e-KYC Verification ) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે, બાકીના રેશનકાર્ડ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા વેહલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર- ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા ‘આધાર’ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ, ત્રણ રીતે e-KYC કરાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Hathras Road Accident: UPના હાથરસમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, PMNRF તરફથી કરી એક્સ-ગ્રેશિયાની જાહેરાત.

ખાસ ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ધારકે e-KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e-KYCની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરેબેઠાં e-KYC કરી શકે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહિ તેની ખાસ તકેદારી રાખવા, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Rahul Gandhi privilege motion notice રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન નોટિસ, ‘ઇડિયટ અને અંધભક્ત’ શબ્દનો કર્યો હતો ઉપયોગ
Ankit Sharma murder case sentencing દિલ્હી રમખાણ કેસ અંકિત શર્મા મર્ડર કેસમાં કોર્ટનો કઠોર નિર્ણય, તાહિર હુસૈનને આજીવન જેલ હવાલે કરાયો
Indians died in Middle East war મિડલ ઈસ્ટ યુદ્ધમાં ૧૬ ભારતીયોના મોત, સંસદમાં સરકારે કર્યો ખુલાસો; ઈજાગ્રસ્તોનો આંકડો ચોંકાવનારો
Assam floods toll rises આસામમાં પૂરનો કહેર, મૃત્યુઆંક વધીને ૮૦ પર પહોંચ્યો, ૮ જિલ્લામાં ૨.૧૨ લાખથી વધુ લોકો પ્રભાવિત..
Exit mobile version