ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલએ રવિવારે ઈશારામાં ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે.વિજયાદશમીના ખાસ પ્રસંગે ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતનના કાર્યક્રમમાં પહોંચેલા એનએસએ અજિત ડોભાલે દુશ્મન દેશોને કડક સંદેશ આપતા કહ્યું હતું કે, ‘ઈતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારે પણ કોઈ પણ દેશ પર હુમલો નથી કર્યો પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરીશું. વિજયાદશમીના ખાસ પ્રસંગે ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતનના કાર્યક્રમમાં પહોંચેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું હતું કે, આપણે ત્યાં લડીશું જ્યાં આપની ઈચ્છા હશે એવું કોઈ જરૂરી તો નથી. તેઓેઅ કહ્યું કે આપણે ત્યાં યુદ્ધ લડીશું જ્યાંથી આપણને ખતરાનો અનુભવ થશે.
ડોભાલે આગળ કહ્યું હતું કે આપણે યુદ્ધ તો કરીશું, પોતાની જમીન પર પણ કરીશું અને બહારની જમીન ઉપર પણ કરીશું પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે કહ્યું કે ભારત એક સભ્ય દેશ છે, જેનું અસ્તિત્વ અનાદિકાળથી છે. તેઓએ કહ્યું હતું કે ભારત ભલે 1947માં અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના વખાણ સમગ્ર વિશ્વ હંમેશાથી કરતું આવ્યું છે.
અજિત ડોભાલે વધુમાં કહ્યું હતું કે, ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતાના કારણે કોઈ ધર્મ કે ભાષાના વાડામાં બંધાયું નથી. પરંતુ આ ધરતીથી વસુધૈવ કુટુંબકમ અને દરેક મનુષ્યમાં ઈશ્વરનો અંશ ઉપસ્થિત છે આ ભાવનો પ્રચાર પ્રસાર થયો. ભારતને એક દેશ તરીકે મજબૂત ઓળઅ અપાવવા અને સંસ્કારી બનાવવામાં અહીંના સંત અને મહાત્માઓનું મોટું યોગદાન રહ્યું છે. ભારતમાં અલગ અલગ સમય પર સંતોએ ભારતના રાષ્ટ્ર નિર્માણ કરવામાં પોતાની અગત્યની ભૂમિકા નિભાવી છે…