Nuclear Weapons: પાકિસ્તાન, ચીનથી જ નહીં પરંતુ આ મુસ્લિમ દેશોમાં પણ પરમાણું ખતરો, ભારતે પણ પરમાણું બોમ્બની સંખ્યા વધારવી પડશે.. જાણો વિગતે…

Nuclear Weapons: વિશ્વના સૌથી ખતરનાક હથિયારો ગણાતા પરમાણુ બોમ્બથી દરેક વ્યક્તિ ચિંતિત છે, પરંતુ આ દિવસોમાં દરેક દેશ પોતાના પરમાણુ બોમ્બનો સ્ટોક વધારવામાં વ્યસ્ત છે.

by Bipin Mewada
Nuclear Weapons Nuclear threat not only from Pakistan, China but also from these Muslim countries, India also has to increase the number of nuclear bombs..

News Continuous Bureau | Mumbai

Nuclear Weapons: ભારત, ચીન અને પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બની ( Nuclear bombs ) સંખ્યા સતત વધી રહી છે. SIPRIના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચીન ( China ) હવે 1000 પરમાણુ બોમ્બ બનાવવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા હાલ 172 પર પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન પાસે હાલમાં 170 પરમાણુ બોમ્બ ઉપલબ્ધ છે. તો ચીન પાસે 500 પરમાણુ બોમ્બ છે. SIPRIએ કહ્યું કે ચીન આગામી વર્ષોમાં ખૂબ જ ઝડપથી પરમાણુ બોમ્બની સંખ્યામાં વધારો કરવાનું ચાલુ રાખશે. ચીન મોટા પાયે આંતરખંડીય મિસાઈલો પણ બનાવી રહ્યું છે, જે અમેરિકા અને ભારત બંને માટે હાલ ખતરો છે. SIPRIએ કહ્યું કે ભારત પાસે હવા, જમીન અને પાણીથી પરમાણુ હુમલા કરવાની ક્ષમતા છે અને તે હવે લાંબા અંતરના હથિયારો પર કામ કરી રહ્યું છે. તે જ સમયે, વિશ્લેષકોનું કહેવું છે કે માત્ર ચીન જ નહીં પરંતુ પશ્ચિમ એશિયાના ઘણા મુસ્લિમ દેશોની ( Muslim countries ) પરમાણુ ગતિવિધિઓને જોતા ભારતે પણ પરમાણુ હથિયારોની સંખ્યામાં હવે વધારો કરવો પડશે.

પરમાણુ અને સૈન્ય બાબતોના વ્યૂહરચનાકાર આદિત્ય રામનાથન એક નિવેદન આપતા કહ્યું હતું કે, ભારતના ( India Nuclear Weapons )  પરમાણુ બોમ્બની સંખ્યા અંગેના અંદાજો મર્યાદિત માહિતી પર આધારિત છે. તેમણે વઘુમાં કહ્યું હતું કે, અમને ખબર નથી કે ભારતના પરમાણુ બોમ્બના ભંડારની વાસ્તવિક હદ કેટલી છે. મોટાભાગના સંશોધનો કહે છે કે તે 150 થી 200 ની વચ્ચે છે. જો ભારતના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો થયો છે, તો તે ચીનના પરમાણુ ઉત્પાદનના સીધા જવાબમાં છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં એ વાત સામે આવી હતી કે ચીન દેશના પશ્ચિમ વિસ્તારમાં 3 વિશાળ બંકર બનાવામાં આવ્યા હતા જ્યાં સેંકડો ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલો ( Intercontinental Missiles ) છુપાવી શકાય છે.

 Nuclear Weapons: ચીને પહેલાથી જ મોટી સંખ્યામાં ઘન ઇંધણ DF-41 ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોનું નિર્માણ કર્યું છે….

ચીને પહેલાથી જ મોટી સંખ્યામાં ઘન ઇંધણ DF-41 ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોનું નિર્માણ કર્યું છે. આ સિવાય ચીન પાસે DF-27 હાઈપરસોનિક ગ્લાઈડ વાહન પણ છે. ભારતે હાલ સમુદ્રમાંપણ  તેની પરમાણુ પ્રતિરોધક ક્ષમતામાં વધારો કર્યો છે. ભારતે સબમરીનથી લોન્ચ કરાયેલી મિસાઈલ વિકસાવી છે અને હવે મિસાઈલ ( Nuclear Missiles ) ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ભારત સ્વાભાવિક રીતે જ ચિંતિત છે કે ચીન દ્વારા પરમાણુ હુમલાની ( Nuclear attack ) સ્થિતિમાં તેના પરમાણુ દળોનું રક્ષણ કેવી રીતે કરવું. 

આ સમાચાર પણ વાંચો: BMC Hawkers Action : મુંબઈ મહાપાલિકા દ્વારા અનધિકૃત ફેરિયાઓ પર કાર્યવાહી, હાથ ગાડી, સિલિન્ડર સહિત 5435 જેટલી સામ્રગી જપ્ત કરાઈ..

ભારતની પરમાણુ પ્રતિરોધકતા મોટાભાગે અરિહંત પરમાણુ સબમરીન પર નિર્ભર છે. જો ચીન પરમાણુ હુમલો કરે છે તો આ સબમરીન જવાબી કાર્યવાહી કરી શકે છે. આ સિવાય ભારતે હવામાં કમાન્ડ સિસ્ટમ તૈયાર કરવી પડશે જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે દુશ્મનના ભીષણ હુમલા પછી પણ ન્યુક્લિયર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ કામ કરતી રહે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ચીનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભેદી શકાય. આ જ કારણ છે કે ભારત અગ્નિ 5 મિસાઈલ બનાવી રહ્યું છે જે એકસાથે અનેક પરમાણુ બોમ્બ લઈ જઈ શકે છે.

નિષ્ણાતોના મતે ભારતે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ પર પણ ચાંપતી નજર રાખવી પડશે. આ સિવાય આગામી સમયમાં પશ્ચિમ એશિયાના કેટલાક દેશો પણ પરમાણુ બોમ્બ હસ્તગત કરવાની દિશામાં આગળ વધી શકે છે. આ બાબતે પણ ભારતે સાવધાન રહેવું પડશે. આ દેશોમાં તુર્કી, સાઉદી અરેબિયા અથવા ઈરાન હોઈ શકે છે. આ દેશો પાસે હજુ પરમાણુ બોમ્બ નથી પરંતુ તેઓ તેને બનાવવા માંગે છે. સાઉદી પ્રિન્સે આ અંગે એક નિવેદન આપતા કહ્યું છે કે, જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે તો તે પણ બનાવશે. તુર્કીની વાત કરીએ તો તે પાકિસ્તાનનું ગાઢ મિત્ર છે અને તેને ઘાતક હથિયારો પૂરા પાડે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ જોખમોને જોતા ભારતે ધીરે ધીરે પોતાના પરમાણુ બોમ્બની સંખ્યા વધારવી પડશે. નોંધનીય છે કે, ભારત પરમાણુ હુમલાના કિસ્સામાં નો ફર્સ્ટ યુઝ નીતિનું પાલન કરે છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More