દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,346 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 222 દર્દીઓ ના મોત થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,95,278 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 1,00,16,859 થયો છે.
આ સાથે જ દેશમાં રિકવરી રેટ વધીને 96.36 ટકા થયો છે.
દેશમાં હાલમાં 2,28,083 સક્રિય કેસ છે.
