News Continuous Bureau | Mumbai
નુપુર શર્મા(Nupur Sharma) કેસમાં હવે વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ની એન્ટ્રી થઇ છે.
VHP નુપુર શર્મા સમર્થનમાં આજે દિલ્હીના 100 મંદિરોમાં હનુમાન ચાલીસાના(Hanuman Chalisa) પાઠ કરીને નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકીનો વિરોધ કરશે.
સાથે જ VHPએ હિન્દુ સમાજને(Hindu society) અપીલ કરી છે કે તેઓ તેમની શેરી અને વિસ્તારના મંદિરોમાં રાત્રે 8 વાગ્યાથી એક કલાક હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ રાખે અને જાનથી મારી નાખવાની ધમકીનો વિરોધ કરે.
આ સિવાય તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં ચોક્કસ પ્રકારના લોકો આ બંધારણથી(constitution) ઉપર જવા માંગે છે અને ખુલ્લેઆમ કોઈપણ વ્યક્તિને મારી નાખવાની ધમકી(Death threat) આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં(Jahangirpuri) ગત હનુમાન જન્મજયંતિ(Hanuman Janmajayanti) પર નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાને કારણે અફરાતફરી મચી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ -ભાજપ બાદ હવે મુસ્લિમ સંગઠનોએ કરી અપીલ- ઇસ્લામિક વિદ્વાન અને મૌલવીઓ આપી આ સલાહ