ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે છટકું ગોઠવીને રેમડેસિવર નુ કાળા બજાર કરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ પાસે રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તેની તપાસ કરતાં પોલીસે હોસ્પિટલ પર પહોંચી. જ્યાં લેલા મજનુ નો કિસ્સો સામે આવ્યો. વાત એમ છે કે પૈસા મેળવવા માટે હોસ્પિટલમાં કામ કરી રહેલી નર્સ પોતાના બોયફ્રેન્ડને રેન્ડેસિવર ઇન્જેક્શન ચોરી કરીને આપી હતી. આ નર્સ પોતાની હોસ્પિટલમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન ચોરી કરતી હતી. આ ચોરી કરેલા ઇન્જેક્શન તેનો બોયફ્રેન્ડ બજારમાં કાળાબજારી કરીને વેચતો હતો. આમ લેલા મજનુની જોડી ભેગા મળીને રેન્ડેસિવર ઇન્જેક્શન ૨૦થી ૩૦ હજાર રૂપિયામાં વેચતા હતા. હવે આ બંને પકડાઈ જતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
ભારતના 48માં CJI બન્યા જસ્ટિસ એન.વી. રમન્ના