શાહીનબાગના પ્રદર્શનકારીઓએ જાહેર રસ્તા પર કરેલું અતિક્રમણ ગેરકાયદેસર..જાણો સુપ્રીમ કોર્ટએ સરકારને પણ કેમ લગાવી ફટકાર..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020

શાહીનબાગ પ્રદર્શન તરીકે બહુ ચર્ચિત ઘટનામાં સુપ્રીમ કોર્ટએ સુપ્રીમ ચુકાદો આપી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કોઈ પણ જાહેર સ્થળ પર આ રીતે અતિક્રમણ કરવું ગેરકાયદેસર છે. રોડ રસ્તાનો આ પ્રકારે ઉપયોગ ના કરી શકાય, જેને કારણે અચોક્કસ મુદ્દત માટે રસ્તાને બંધ કરવાની ફરજ પડે. શાહીનબાગ પ્રકારના કેસમાં સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી તાકીદ કરી છે..

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણમાં વિરોધ કરવાનો બધાને અધિકાર છે, પરંતુ વિરોધ પ્રદર્શન માટે ચોક્કસ અલગથી જગ્યા હોવી જોઈએ. સમાન્ય લોકોને વિરોધ પ્રદર્શનના કારણે હાલાકી ના થવી જોઈએ. કોર્ટે આશા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ નહીં થાય અને જો, આવી સ્થિતિ સર્જાય તો એડમિનિસ્ટ્રેશને ખુદ જ કાર્યવાહી કરવી જોઈએ. કોઈએ કોર્ટના આદેશની રાહ જોવી જોઈએ નહિ. કેમકે, આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના પ્રોપોગેન્ડા મારફતે સ્થિતિ વધારે ખરાબ થવાનો ખતરો રહે છે..

વાસ્તવમાં દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલા પ્રદર્શનને (CAA Protest) લઈને એક અરજી દાખલ કરવામાં આવી હતી. કેમકે, સુપ્રીમ કોર્ટના આદેશ છત્તાં 100 દિવસો સુધી આ પ્રદર્શન ચાલુ રહ્યું હતું અને રોજ હજારો લોકોએ હાલાંકી ભોગવવી પડી હતી. આથી સુપ્રીમ કોર્ટે આ મામલે ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ. એવી અપીલ અરજી કર્તાએ કરી હતી…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More