Site icon

Odisha: ‘મોદી સરકારને 10માંથી 8 માર્ક્સ’, વિપક્ષના મોટા નેતાએ વિદેશ નીતિ અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાં પર PM મોદીની કરી પ્રશંસા.. જાણો શું કહ્યું.. વાંચો અહીં વિગતવાર..

Odisha: વિપક્ષ સતત વિવિધ મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવા સમયે વિપક્ષના એક મોટા નેતાએ મોદી સરકારના વખાણ કર્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી અને બીજૂ જનતા દળના પ્રમુખ નવીન પટ્ટનકે ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે..

Odisha: '8 out of 10 marks to Modi government', senior opposition leader praises PM on foreign policy and anti-corruption measures..

Odisha: '8 out of 10 marks to Modi government', senior opposition leader praises PM on foreign policy and anti-corruption measures..

News Continuous Bureau | Mumbai 

Odisha: વિપક્ષ ( opposition )સતત વિવિધ મુદ્દાઓ પર મોદી સરકારને ( Modi government )  ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવા સમયે વિપક્ષના એક મોટા નેતાએ મોદી સરકારના વખાણ કર્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી ( Odisha CM ) અને બીજૂ જનતા દળના ( Biju Janata Dal )  પ્રમુખ નવીન પટ્ટનકે ( naveen patnaik ) ભ્રષ્ટાચારનો ( corruption ) ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Narendra Modi )  વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે પીએમ મોદી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા માટે કામ કરી રહ્યા છે. આ સાથે તેમણે દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા પગલાની પણ પ્રશંસા કરી છે.

Join Our WhatsApp Community

ભાષાના અહેવાલ મુજબ, ઓડિશાના સીએમ રવિવારે એક મીડિયા જૂથ દ્વારા આયોજિત સાહિત્ય ઉત્સવમાં હાજરી આપી હતી. મોદી સરકારને 10માંથી 8 રેટિંગ આપતા પટનાયકે વિદેશ નીતિ અને ભ્રષ્ટાચાર નાબૂદીની દિશામાં થઈ રહેલા કામની પ્રશંસા કરી હતી. CMએ કહ્યું, હું PM મોદી સરકારને 10 માંથી 8 રેટિંગ આપું છું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર પણ ઓછો થયો છે.

મહિલા આરક્ષણ બિલ પરના પ્રશ્નનો જવાબ આપતા પટનાયકે કહ્યું કે મને લાગે છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. બીજુ જનતા દળે હંમેશા તેને સમર્થન આપ્યું છે. મારા પિતાએ સ્થાનિક ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખી હતી અને બાદમાં મેં તેને વધારીને 50 ટકા કરી.

કેન્દ્ર સાથે અમારા સંબંધો મજબૂત…

પટનાયકે કહ્યું કે બીજુ જનતા દળે 2019ની ચૂંટણીમાં ઓડિશામાં 33 ટકા બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ સાથે વન નેશન વન ઈલેક્શનનું સમર્થન કરતાં તેમણે કહ્યું છે કે મેં શરૂઆતથી જ તેનું સ્વાગત કર્યું છે અને અમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: સંજય રાઉત, દાનવેની મુશ્કેલીઓ વધશે? નિતેશ રાણેએ વિધાનસભા સચિવને લખ્યો પત્ર… જાણો શું છે કારણ…વાંચો વિગતે અહીં..

તે જ સમયે, જ્યારે કેન્દ્ર અને તેમની સરકાર વચ્ચેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પટનાયકે કહ્યું કે કેન્દ્ર સાથે અમારા સંબંધો મજબૂત છે, અમે અમારા રાજ્યનો વિકાસ ઇચ્છીએ છીએ અને તેમાં કેન્દ્ર સરકારની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કેન્દ્ર સાથે તેમની સરકારના સંબંધો વિશે પૂછવામાં આવતા પટનાયકે કહ્યું, “કેન્દ્ર સાથે અમારા સૌહાર્દપૂર્ણ સંબંધો છે. સ્વાભાવિક રીતે અમે અમારા રાજ્યનો વિકાસ ઇચ્છીએ છીએ અને કેન્દ્ર સરકાર માટે વિકાસમાં ભાગ લેવો મહત્વપૂર્ણ છે.”

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version