ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
જમ્મુ-કાશ્મીર પર ઇસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (OIC) વિવાદિત પ્રદેશની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા વીડિયોકોન્ફરન્સ દ્વારા એક તાત્કાલીક બેઠક કરશે. ઓઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે અઝર બૈજાન, નાઇજર, પાકિસ્તાન સાઉદી અરેબિયા અને તુર્કીના વિદેશ પ્રધાનોને ભેગા કરશે. ઓઆઈસીના સેક્રેટરી જનરલ એ જણાવ્યું છે કે, આ બેઠક જમ્મુ અને કાશ્મીર સંપર્ક જૂથની બેઠકોની શ્રેણીનો એક ભાગ છે.
ઓઆઈસી, જેની સ્થાપના 1967 માં કરવામાં આવી હતી અને તે 67 દેશોની બનેલી છે, જે મુસ્લિમ જગતના આર્થિક અને રાજકીય હિતોને સુનિશ્ચિત કરવા અને તેનું રક્ષણ કરવા માટે બનેલ મુસ્લિમ વિશ્વનો સામૂહિક અવાજ છે. કાશ્મીરને ભારત અને પાકિસ્તાન, એમ બંને ભાગમાં વહેંચવામાં આવે છે. પરંતુ બંને દ્વારા આખુ કાશ્મીર પોતાનું હોવાનો દાવો કરવામાં આવે છે. સાથે જ બધા ભૂલી જાય છે કે આ ક્ષેત્રનો નાનો સ્લીવર ભાગ ચીન દ્વારા નિયંત્રિત છે. વર્ષ 1947 માં ભાગલા પડયા બાદ , બંને દેશોએ 1948, 1965 અને 1971 માં ત્રણ યુદ્ધ લડ્યા હતા. જેમાંથી બે કાશ્મીર ને લઈને હતાં.
બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના કેટલાક કાશ્મીરી જૂથો આઝાદ કાશ્મીર અથવા પડોશી પાકિસ્તાન સાથે ભળી જવા માટે ભારતીય શાસન સામે લડતા રહ્યા છે.
5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારત સરકારે તેના બંધારણમાંથી કલમ 370 અને અન્ય સંબંધિત જોગવાઈઓને રદ કરી, દેશની એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યને તેની સ્વાયતતા સાથે રદ કર્યું. તેને બે સંઘ પ્રદેશોમાં વિભાજીત કર્યું હતું. ત્યારથી કાશ્મીર દુનિયાભરમાં જમ્મુ કાશ્મીર બાબતે દુઃખડા રડતું જોવા મળ્યું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com