ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
ભારતમાં ઓમિક્રોનના કેસ વધવા લાગ્યા છે.ત્યારે હવે આ વેરિયન્ટને લઈને એક મોટી વાત સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ વેરિયન્ટ હવે બે ભાગોમાં વિભાજીત થઈ ગયો છે.
આ B.1.1.529 વેરિયન્ટ બે ભાગોમાં BA.1 અને BA.2.માં વહેચાય ગયા છે.
વાયરોલોજિસ્ટના જણાવ્યા અનુસાર ઓમિક્રોનનું નવું લીનિએજ BA.2ના નવા ઘણા મામલા દક્ષિણ આફ્રિકા,ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં જોવા મળી રહ્યાં છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઓમિક્રોનના નવા પ્રકારને શોધવું ખૂબ મુશ્કેલ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ડેલ્ટા વેરિયન્ટ B.1.617.2.માં પહેલા બે અને પછી ત્રણ ભાગમાં વિભાજીત થયા હતાં.
લો બોલો, આ દેશે દુશ્મનનો ખાતમો કરવા બનાવી દીધી લોખંડની દિવાલ; જાણો વિગતે
