ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર
ભારતમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં ઓમિક્રોન હવે ગંભીર સ્તરે પહોંચતા કેન્દ્ર સરકારે રાજ્યોની બીજી વાર મોટી ચેતવણી આપીને નાઈટ કર્ફ્યુ અને બીજા કડક પ્રતિબંધો લાગુ પાડવાની તાકીદ કરી છે.
સાથે રાજ્યોને એવી તાકીદ પણ કરી છે કે તહેવારોમાં ભીડ ભેગી ન થાય તેવા પ્રયાસો સુનિશ્ચિત કરો.
આ ઉપરાંત કેસ પોઝિટીવીટી, ડબલિંગ રેટ, કોરોના ક્લસ્ટર પર નજર રાખો.
કેન્દ્ર સરકારે રાજ્યોને 100 ટકા વેક્સિનેશનની ખાતરી કરવાની પણ તાકીદ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યોએ ડોર ડૂ ડોર કેમ્પેઈન ઝડપી બનાવવું જોઈએ.