Site icon

પાકિસ્તાનીઓનો ભારત પ્રેમ- કલાકારે સ્વતંત્રતા દિવસે આપી આ અનોખી ભેટ- વિડીયો જોઈને ગદગદ થઈ જશો

News Continuous Bureau | Mumbai

15મી ઓગસ્ટે આપણે આપણી આઝાદી(Independence day)ના 75 વર્ષની ઉજવણી કરી. આખો દેશ દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. દરમિયાન આપણા પાડોશી(neighbour country) દેશ તરફથી પણ એક ખાસ ભેટ આવી છે. આ પાકિસ્તાન(Pakiastan) નો પાડોશી દેશ છે, જ્યાં એક કલાકારે ભારત(India)ને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કર્યો છે. 

Join Our WhatsApp Community

 

આ તકે પાકિસ્તાની રબાબ કલાકાર સિયાલ ખાન (Pakistani Rabab Artist Siyal Khan) એ ભારતને ખાસ શુભકામનાઓ મોકલી છે. શાંત પહાડો અને હરિયાળીના બેકગ્રાઉન્ડની સાથે સિયાલ ખાને(Siyal Khan) પોતાના ગીટાર પર ભારતીય રાષ્ટ્રગાન ‘જન મન ગણ’ (India's national anthem – Jana Gana Mana)વગાડ્યું છે. સિયાલ ખાનની શાનદાર ધુનને સાંભળ્યા બાદ બંને દેશના લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક ભારતીય યૂઝરે કહ્યું કે 'જન ગણ મન'ની ધૂન સંભળાવી સિયાલે દિલ જીતી લીધું. 

  આ સમાચાર પણ વાંચો :  ગજબ કહેવાય – હર ઘર તિરંગા થીમ માટે યુવકે અધધ આટલા લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી- PM ને મળવા કાર લઈને પહોંચ્યો દિલ્હી- જુઓ વિડિયો

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સિયાલ ઉંડા પહાડો પર બેઠો છે અને હાથમાં રબાબ(Rabab) લીધેલું છે. કુલ એક મિનિટ 22 સેકેન્ડના વીડિયોમાં સિયાલે પોતાના રબાબ પર રાષ્ટ્રગાન વગાડ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, અહીંથી સરહદ પારના દર્શકોને ભેટ. રાષ્ટ્રગાનની ધુન એટલી સુંદર છે કે લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.  

ઉલ્લેખનીય છે કે આ પહેલા સિયાલ ખાને ફના ગીતની શાનદાર પ્રસ્તુતી આપી હતી. પ્રતિભાશાળી કલાકારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે જાણીતુ ગીત પસૂરી વગાડતો જોવા મળી રહ્યો છે.પસૂરી અને મેરે હાથ મેં સિવાય સિયાલે પ્રતિષ્ઠિત ગીત ગુલાબી આંખેમાં પણ હાથ અજમાવ્યો છે. 

  આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ – શહેરમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી- હવામાન વિભાગએ જારી કર્યું આ એલર્ટ

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version