News Continuous Bureau | Mumbai
ભારત(India)ના પાડોશી દેશ બાંગ્લાદેશ(Bangladesh)ના પીએમ શેખ હસીના (PM Sheikh Hasina) ભારતની મુલાકાતે આવ્યાં છે. આજે મંગળવારે બપોરે તેમને પાટનગર દિલ્હી(Delhi)ના હૈદરાબાદ હાઉસ(Hyderabad House)માં પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બંને દેશોએ સાત મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઉર્જા, વોટર રિસોર્સ, વેપાર, ઈન્વેસ્ટમેન્ટ, બોર્ડર મેનેજમેન્ટ એન્ડ સિક્યુરિટી, ડેવલપમેન્ટ પાર્ટનરશીપ અને રિજિયોનલ એન્ડ મલ્ટીલેટરલ મેટર્સ જેવા સાત કરાર સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને બંને દેશો વચ્ચે થયેલા આ કરારની માહિતી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી પારસી હોવા છતાં અંતિમ સંસ્કાર હિન્દૂ રીતિ રિવાજ મુજબ થયા- આ છે કારણ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુશિયારા નદી(Kushiara River)ના જળ વહેંચણીનો પણ કરાર થયો છે. પીએમ મોદીએ કહ્યું કે આ કરારને કારણે સાઉથ આસામ(Sourth Assam) અને બાંગ્લાદેશના સિયલહેટ પ્રાંતને લાભ મળશે. શેખ હસીના સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ આઈટી, સ્પેસ અને ન્યુક્લિયર સેક્ટરમાં ભાગીદારી વધારશે.