Site icon

Ladakh: લદ્દાખમાં ટ્રેનિંગ દરમિયાન હિમસ્ખલન થતાં એક જવાનનું મોત, આટલા સૈનિકો લાપતા… જાણો હાલ શું છે સ્થિતિ..

Ladakh:, હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) અને આર્મીની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 લશ્કરી જવાનોની ટુકડી રવિવારે માઉન્ટ કુન નજીક તાલીમ પ્રવૃત્તિઓમાં સામેલ હતી. સૂત્રોએ જણાવ્યું કે, 8 ઓક્ટોબરે તાલીમ દરમિયાન ભારતીય સેનાની ટુકડીએ અણધાર્યા હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો.

one jawan killed, 3 soldiers missing due to avalanche during training in Ladakh

one jawan killed, 3 soldiers missing due to avalanche during training in Ladakh

News Continuous Bureau | Mumbai 

Ladakh: લદ્દાખ (Ladakh) ના માઉન્ટ કુન (Mount Kun) પર હિમસ્ખલન (Avalanche) ને કારણે ભારતીય સેના (Indian Army) ના એક જવાનનું મૃત્યુ થયું છે, જ્યારે ત્રણ સૈનિકો ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. ત્રણ ગુમ સૈનિકો બરફમાં ફસાયા છે, આ લોકોને શોધવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

લદ્દાખના માઉન્ટ કુન પર ભારતીય સેનાના પર્વતારોહકોનું એક જૂથ પર્વતારોહણ કરી રહ્યું હતું દરમિયાન થયેલા હિમસ્ખલનની ચપેટમાં આવતા એક સૈનિકનું મોત થયું હતું, જયારે ત્રણ સૈનિકો હજુ ગુમ છે. અહેવાલો મુજબ હાઈ એલ્ટિટ્યુડ વેલ્ફેર સ્કૂલ અને આર્મી એડવેન્ચર વિંગની 40 સૈનિકોની એક ટીમ લદ્દાખમાં નિયમિત તાલીમ માટે માઉન્ટ કુન ગઈ હતી. 8 ઓક્ટોબર રવિવારના રોજ તાલીમ દરમિયાન, ટીમ અચાનક થયેલા હિમપ્રપાતનો ભોગ બની હતી.

આર્મી તરફથી મળેલી માહિતી મુજબ લદ્દાખ સ્થિત હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) અને ભારતીય સેનાની આર્મી એડવેન્ચર વિંગ સાથે જોડાયેલા લોકો માઉન્ટ કુન પાસે નિયમિત તાલીમ પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા. દરમિયાન, લગભગ 40 લોકોનું જૂથ હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : Israel-Palestine Conflict : ‘યુદ્ધ હમાસે શરૂ કર્યું, પરંતુ તેને ખતમ અમે કરીશું’, ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુનો લલકાર.. 

સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલું…

આ દરમિયાન સેનાના ચાર જવાનો બરફમાં ફસાઈ ગયા હતા. એક સૈનિકનું મોત થયું છે જ્યારે બાકીના ત્રણ જવાનોની શોધ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ખરાબ હવામાન છતાં બરફમાં ફસાયેલા જવાનોને બચાવવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં, જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગના ઉપલા ભાગોમાં મોટા હિમપ્રપાતને કારણે પોલેન્ડના બે પ્રવાસીઓ માર્યા ગયા હતા અને 21 લોકો ફસાઈ ગયા હતા જેમને પાછળથી બચાવી લેવામાં આવ્યા હતા. અગાઉ એપ્રિલ મહિનામાં પૂર્વ સિક્કિમના નાથુલા વિસ્તારમાં ભારે હિમપ્રપાતમાં સાત પ્રવાસીઓના મોત થયા હતા અને 25-30 પ્રવાસીઓ અને છ વાહનો બરફમાં ફસાયા હતા.

IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Digital Milestone: વૈશ્વિક મંચ પર પીએમ મોદીનો દબદબો: ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં ટ્રમ્પ અને બાઈડન પણ પાછળ; ૧૦ કરોડના આંકડા સાથે રચ્યો ઇતિહાસ.
Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Exit mobile version