Site icon

One Nation One Election: ‘વન નેશન વન ઈલેક્શન’ને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાશે પ્રથમ બેઠક..

One Nation One Election: દેશમાં એકસાથે ચૂંટણી યોજવાની શક્યતા ચકાસવા અને ભલામણો કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે.

One Nation One Election: First Meeting Of ‘One Nation One Election’ Committee Scheduled On September 23: Ram Nath Kovind

One Nation One Election: First Meeting Of ‘One Nation One Election’ Committee Scheduled On September 23: Ram Nath Kovind

News Continuous Bureau | Mumbai

One Nation One Election: દેશભરમાં એક સાથે ચૂંટણીઓ ( Election ) યોજવા (વન નેશન-વન ઇલેક્શન) ( One Nation One Election ) પર વિચારણા કરવા અને ભલામણો કરવા માટે ઉચ્ચ સ્તરીય ( Committee ) સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે. આ માહિતી સમિતિના વડા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ( Ram Nath Kovind ) શનિવારે આપી હતી.

Join Our WhatsApp Community

પહેલી મીટિંગ આ તારીખે થશે

પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ શનિવારે બપોરે 1 વાગે ભુવનેશ્વર પહોંચ્યા હતા. તેમણે અહીં ASBM યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, પહેલી મીટિંગ 23 સપ્ટેમ્બરે થશે. આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ સી કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી સભ્યો તરીકે બેઠકમાં હાજરી આપશે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ( Central Govt ) ગત 2 સપ્ટેમ્બરે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે કરાવવાની સંભાવનાને જોવા અને ભલામણ કરવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરી હતી. સરકાર દ્વારા 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વચ્ચે આ વિકાસ થયો છે.

આ સમાચાર પણ વાંચો : India Forex Reserves : વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો અધધ 5 અબજ ડોલરનો ઘટાડો, પહોંચ્યું 11 સપ્તાહમાં સૌથી નીચા સ્તરે.. જાણો આંકડા

એક કલાક સુધી ચાલી સૌજન્ય બેઠક

અગાઉ, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર રચાયેલી આ સમિતિની પ્રથમ સત્તાવાર બેઠક 6 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિવાસસ્થાને યોજાઈ હતી, જેઓ આ સમિતિના વડા છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ ભાગ લીધો હતો. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠક ‘સૌજન્ય બેઠક’ હતી.

આ સાથે આગામી દિવસોમાં ઉચ્ચસ્તરીય સમિતિની પ્રથમ બેઠક યોજવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે અને સ્થળ નક્કી કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં મિટીંગો પણ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણી પર આઠ સભ્યોની સમિતિની રચના કરી હતી. કાયદા મંત્રાલયે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું. કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય હિતમાં દેશમાં એક સાથે ચૂંટણી યોજવી જરૂરી છે. આવી સ્થિતિમાં, ભારત સરકાર એક સાથે ચૂંટણી યોજવાના મુદ્દાની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરે છે. કાયદા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે.

Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Donald Trump’s Peace Plan: ડોનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ યોજના’માં કાશ્મીરનો ઉલ્લેખ! શું અમેરિકા ભારતની આંતરિક બાબતોમાં દખલ કરશે? જાણો દિલ્હીમાં કેમ મચી છે હલચલ
Exit mobile version