One Nation One Election: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! સરકારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ કાયદા પર કામ કરવા માટે સમિતિની કરી રચના.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો.. વાચો વિગતે..

One Nation One Election: એક દેશ એક ચૂંટણી મુદ્દે જો બિલ પસાર થશે તો દેશમાં એકસાથે ચૂંટણી યોજાશે, ભારત સરકારે એક સમિતિની રચના કરી.

by Akash Rajbhar
One Nation, One Election: Government constitutes 8-member committee to examine One nation, One election, Amit Shah, Adhir Ranjan included

News Continuous Bureau | Mumbai 

 One Nation One Election: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરવાની કવાયત કરી રહી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં એક દેશ એક ચૂંટણી (One Nation One Election) નો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભારત સરકારે એક સમિતિની રચના કરી છે, જે આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) આ કમિટીના નેતૃત્વ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના પણ બહાર પાડશે.

કેન્દ્ર સરકારે ગઈકાલે જ 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક દેશ-એક ચૂંટણીને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરી શકે છે. આ અટકળો શરૂ થતાની સાથે જ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ હતી. જોકે ઘણા વિપક્ષી નેતાઓએ આવા કોઈપણ બિલ લાવવાને ગેરબંધારણીય ગણાવ્યુ હતું.

જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો શું …….

આ તરફ જો દેશમાં એક દેશ-એક ચૂંટણીના નિર્ણયનો અમલ થશે તો તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.

PM મોદીએ સંસદમાં કહ્યું હતું કે, કોઈએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ નહીં અને તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. PM મોદીએ કહ્યું હતું કે, દેશના સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે એક દેશ, એક ચૂંટણી સમયની જરૂરિયાત છે અને કહ્યું હતું કે, આપણે આ દિશામાં પગલાં ભરવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  અરે બાપરે! ચંદ્ર પર ધરતીકંપ? સંશોધન કરતી વખતે પ્રજ્ઞાન રોવર પણ હચમચી ગયું.. જુઓ વિડીયો…

શું છે વન નેશન-વન ઈલેક્શન

વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે.

રિજિજુએ જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ 84, રાજ્યોની વિધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ 172, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ 174, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ 356માં સુધારો કરવાની જરુર પડશે.

દેશને એક જ ચૂંટણીની જરૂર છે કે નહીં?

ચૂંટણી એ લોકશાહીનું પ્રથમ પગથિયું છે. પરંતુ ભારત જેવા મોટા દેશમાં એકવાર સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી યોજવી એ એક મોટો પડકાર છે. દેશમાં દર વર્ષે સરેરાશ એક યા બીજા રાજ્યમાં ચૂંટણી યોજાય છે. સતત ચૂંટણીના કારણે દેશ હંમેશા ચૂંટણી મોડ પર રહે છે. જેના કારણે વહીવટી અને નીતિગત નિર્ણયોને અસર થાય છે. આ ઉપરાંત દેશ પર મોટો આર્થિક બોજ પણ છે. તેને રોકવા માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાનો વિચાર લાવવામાં આવ્યો છે.

એક દેશ એક ચૂંટણી નવું નથી. વર્ષ 1952, 1957, 1962, 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી. પરંતુ આ પ્રક્રિયા 1968-69માં તૂટી ગઈ હતી. જ્યારે કેટલાક રાજ્યોની એસેમ્બલી અકાળે વિસર્જન કરવામાં આવી હતી. જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે દેશની વસ્તી ઘણી વધી ગઈ છે. તેથી એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી. દલીલ એ પણ સામે આવે છે કે દેશની વસ્તી સાથે ટેક્નોલોજી અને સંસાધનોનો પણ વિકાસ થયો છે. તેથી એકસાથે ચૂંટણી થઈ શકે છે.

આ દેશોમાં યોજાય છે એક જ ચૂંટણી

વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં એક જ ચૂંટણીની પરંપરા છે. ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, જર્મની, સ્પેન, હંગેરી, સ્લોવેનિયા, અલ્બેનિયા, પોલેન્ડ, બેલ્જિયમમાં પણ એક સાથે એક વખતે ચૂંટણી યોજવાની પરંપરા છે. સ્વીડનમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સામાન્ય ચૂંટણીઓ, કાઉન્ટી અને મ્યુનિસિપલ ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી.

એક દેશ એક ચૂંટણીના ફાયદા

આદર્શ આચારસંહિતાનો વારંવાર અમલ કરવાની જરૂર રહેશે નહીં. નીતિ વિષયક નિર્ણયો લઈ શકાય. વિકાસના કામોને અસર થશે નહીં. નવા પ્રોજેક્ટની જાહેરાત થોડા સમય માટે જ અટકશે.
વારંવાર થતા ભારે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. વારંવારની ચૂંટણીઓથી દેશની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. સરકારી તિજોરી પર કોઈ વધારાનો બોજ નહીં પડે.
એકવાર ચૂંટણીઓ યોજાય તો તે કાળા નાણા અને ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવામાં મદદ કરશે. કારણ કે ચૂંટણી વખતે કાળા નાણાનો ખુલ્લેઆમ ઉપયોગ થાય છે.
વારંવાર ચૂંટણીઓ યોજીને રાજકારણીઓ અને પક્ષોને સામાજિક એકતા અને શાંતિ ડહોળવાનો મોકો મળે છે. બિનજરૂરી ટેન્શનનું વાતાવરણ સર્જાય છે.
એકસાથે ચૂંટણી યોજવાથી સરકારી કર્મચારીઓ અને સુરક્ષા દળોને ચૂંટણી ફરજ પર વારંવાર તૈનાત કરવાની જરૂર નહીં રહે. આ સાથે તેઓ તેમના સોંપાયેલ કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશે.
H6- એક દેશ એક ચૂંટણીના ગેરફાયદા
બંધારણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે પાંચ વર્ષનો સમયગાળો નિશ્ચિત છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા અંગે બંધારણમાં કોઈ ચોક્કસ જોગવાઈ નથી. તેના આધારે એવી દલીલ કરવામાં આવી રહી છે કે એકસાથે ચૂંટણી થવી એ મૂળ ભાવનાની વિરુદ્ધ છે.
એક રાષ્ટ્ર એક ચૂંટણી પોતે એક ખર્ચાળ પ્રક્રિયા છે. કાયદા પંચની વાત માનીએ તો 4,500 કરોડ. જો એકસાથે ચૂંટણી થાય તો 2019માં જ નવા EVM ખરીદવા પડ્યા. 2024માં એકસાથે ચૂંટણી કરાવવા માટે 1751.17 કરોડ રૂપિયા માત્ર EVM પર જ ખર્ચવા પડશે.
કેન્દ્ર સરકારને કલમ 356 હેઠળ રાજ્ય સરકારોને વિસર્જન કરવાનો અધિકાર છે. આ અધિકાર હોવા છતાં એક સાથે ચૂંટણીઓ યોજી શકાતી નથી.
જો લોકસભા અને વિધાનસભાઓ એકસાથે યોજાય તો કેટલીક વિધાનસભાઓની સામે તેમનો કાર્યકાળ વધારવામાં કે ઘટાડવામાં આવશે, જે રાજ્યોની સ્વાયત્તતાને અસર કરશે.
જો ચૂંટણીઓ એકસાથે યોજાય તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે પ્રાદેશિક મુદ્દાઓ નાના થઈ જાય અથવા તેનાથી ઊલટું થાય તેવી શક્યતા વધુ છે. રાષ્ટ્રીય પક્ષોનો વ્યાપ વિસ્તરશે અને પ્રાદેશિક પક્ષોનો વ્યાપ ઘટશે.
એક દેશ, એક ચૂંટણી વારંવાર ચૂંટણીઓ પાછળ ખર્ચવામાં આવતા નાણાં બચાવશે. તેનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને જળ સંકટ નિવારણ વગેરે જેવા કાર્યોમાં થશે, જેનાથી લોકોનું જીવનધોરણ સુધરશે. વિકાસને વેગ આપવા માટે ઘણા દેશોએ એક દેશ, એક ચૂંટણીની પદ્ધતિ અપનાવી છે. 2009ની લોકસભા ચૂંટણીમાં 1,100 કરોડ રૂપિયા અને 2014માં 4,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ગત લોકસભા ચૂંટણીમાં લગભગ છ હજાર કરોડનો જંગી ખર્ચ થયો હતો. વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિ રહી છે. ઉપરાંત અવાર-નવાર ચૂંટણીના કારણે લાગુ થયેલી આચારસંહિતા તમામ પ્રકારના વિકાસના કામોમાં અવરોધ ઉભી કરે છે.
જો એકસાથે ચૂંટણી યોજાય તો આ દુષ્પ્રભાવો પર પણ અંકુશ આવશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાથી પરસ્પર સંવાદિતા વધશે. કારણ કે ચૂંટણીમાં આવા મુદ્દાઓ વારંવાર ઉછળશે નહીં જેનાથી સામાજિક સમરસતા બગડે તેવી શક્યતા છે. આ સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પણ સમય અને નાણાંનો વ્યય થાય છે. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના ખર્ચને આમાં ઉમેરવામાં આવે તો એક સાથે ચૂંટણી યોજવાના ઘણા ફાયદા દેખાઈ આવે છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More