Site icon News Continuous Bureau | Mumbai

શું દેશમાં એકસાથે થશે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી- મુખ્ય ચૂંટણી કમિશનર આપ્યું આ મોટું નિવેદન

News Continuous Bureau | Mumbai

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ (EC) લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકે છે. પરંતુ આ બાબતે અંતિમ નિર્ણય સંસદના હાથમાં છે.

Join Our WhatsApp Channel

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પ્રણાલી માટે ચોક્કસપણે એક ખૂબ જ મોટી મિકેનિઝમની જરૂર છે પરંતુ આ એક એવો મુદ્દો છે જેના પર સંસદે નિર્ણય લેવો પડશે. સંસદીય અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી એ ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવતી નથી. જો કે, અમે સરકારને જાણ કરી છે કે ચૂંટણી પંચ એકસાથે ચૂંટણીનું સંચાલન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકે પે ઝટકા- વધુ એક ધારાસભ્યએ પાર્ટીને કહી દીધું ટાટા- બાય બાય

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બુધવારે ચૂંટણી પંચના વિશેષ અભિયાનની શરૂઆત કરવા પુણે પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું, મેટ્રો શહેરોમાં ચૂંટણી પ્રત્યે લોકોની ઉદાસીનતા સૌથી મોટો પડકાર છે અને તે લોકોની ભાગીદારી વધારીને જ તેનો સામનો કરી શકાય છે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની પ્રણાલી લાગુ કરવી સરળ નહીં હોય. આ માટે બંધારણમાં સુધારો કરવો પડશે, પક્ષપલટા વિરોધી કાયદામાં સુધારો કરવો પડશે. આ સિવાય જનપ્રતિનિધિત્વ અધિનિયમ અને સંસદીય પ્રક્રિયા સંબંધિત અન્ય કાયદાઓમાં પણ ફેરફાર કરવા પડશે.

ચૂંટણી કમિશનરે એ પણ જણાવ્યું કે દેશમાં 2.49 લાખ મતદાતાઓ છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે અને લગભગ 1.8 કરોડ મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે. ચૂંટણી પંચ હવે એવા યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેઓ 18 વર્ષના થવાના છે.

આ સમાચાર પણ વાંચો: ભારતીય ટીમના આ સ્ટાર બેટ્સમેનની પત્ની પણ બનશે ભાજપની MLA- જાણો કોણ છે તે

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version