ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સંવિધાન દિવસના અવસર પર કેવડિયામાં ચાલી રહેલા કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ આ દરમ્યાન મુંબઇ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું કે આપણે એ જખ્મને કયારેય ભૂલી શકીશું નહીં. તેની સાથે જ પીએમ મોદીએ એક વખત ફરીથી દેશનું ધ્યાન એક દેશ- એક ચુંટણી (One Nation – One Election) ની જરૂરિયાત તરફ ખેંચ્યું અને તેને સમયની જરૂરિયાત બતાવી.
# વન નેશન-વન ઇલેકશન દેશની જરૂરિયાત —
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વન નેશન વન ઇલેક્શન માત્ર વિચાર-વિમર્શનો મુદ્દો નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓ વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરે છે અને તેના વિશે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. PM મોદીએ કહ્યું કે, લોકસભા, વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ માટે એક મતદાર યાદીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આ તમામ યાદીઓ પર સમય અને નાણા કેમ બરબાદ કરી રહ્યા છીએ?
દેશમાં દરેક મહિનામાં કયાંક ને કયાંક ચૂંટણીઓ થતી રહે છે, એવામાં તેના પર મંથન શરૂ થવું જોઇએ. આજના યુગમાં આપણે સંપૂર્ણપણે ડિજિટલકરણની તરફ આગળ વધી રહ્યા છીએ. જે આવકારનીય પગલું છે..
