ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
જમ્મુ કાશ્મીર
7 જુલાઈ 2020
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે ફરી થયેલી અથડામણમાં સેના અને પોલીસનો એક-એક જવાન ઘાયલ થયા હતાં. જેમાંથી સેના જવાન શહીદ થયો છે. જ્યારે એક આતંકી પણ ઠાર થયો છે અને ઓપરેશન હજુ ચાલુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર પુલવામાના એક ગામમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ અને 53 રાષ્ટ્રીય રાયફલ્સ (આરઆર) અને સીઆરપીએફની એક જોઈન્ટ ટીમે ગુસો વિસ્તારમાં એક ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જેમાં પોલીસ અને સેનાના જવાનોએ જેવો વિસ્તાર ઘેર્યો કે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેના બદલામાં સેના પોલીસની જોઈન્ટ ટીમ દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો જેના બાદ અથડામણ શરૂ થઈ હતી..
સેનાએ જ્યારથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મારવા માટે "આપરેશન ઓલ આઉટ" થરુ કર્યું છે ત્યારથી લઈ હમણાં સુધીમાં 125 થી વધુ આતંકવાદી માર્યા ગયાં છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com