172
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જૂન 2020
જમ્મુ કાશ્મીરમાં અવંતીપુરાના ત્રાલના સિમોહ વિસ્તારમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓને ઓળખ કરવામાં આવી રહી છે. વિસ્તામાં હજુ પણ કેટલાક આતંકવાદીઓ છૂપાયેલા હોવાનું મનાય છે. જેને લીધે ઍન્કાઉન્ટર ચાલું છે. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષાદળોએ આતંકવાદીઓને સરેન્ડર કરવા કહ્યું હતું પરંતુ તેમણે સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ બાદ સુરક્ષાદળોની જવાબી ફાયરિંગમાં આતંકવાદીઓનું મોત થયું હતું.
અગાઉ સોમવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ભારતીય સેનાએ એલઓસી પાસે ઘૂસણખોરીનો પ્રયત્ન કરતા ત્રણ આતંકવાદીઓના ઠાર કર્યા હતા. આતંકવાદીઓ પાસેથી હથિયાર અને વિસ્ફોટક જથ્થો મળી આવ્યો હતો..
You Might Be Interested In