ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો
23 ઑગસ્ટ, 2021
સોમવાર.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું જોખમ નાનાં બાળકોને વધુ હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. બાળકોના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને 12થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન ઝડપથી થાય એવા પ્રયાસ છે. જોકે એ પહેલાં બાળકો પર વેક્સિનની ટ્રાયલ આવશ્યક છે. એ માટે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલમાં બાળકો પર ટ્રાયલ કરવામાં આવવાની છે. એ માટે જુલાઈથી રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા એક મહિનામાં ફક્ત 11 બાળકોની જ વેક્સિનની ટ્રાયલ માટે રજિસ્ટ્રેશન થયાં છે. એથી 12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં વિલંબ થવાની શક્યતા છે. આ એજ-ગ્રુપનાં 50 બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવવાની છે. એની સામે વાલીઓ તરફથી નબળો પ્રતિસાદ આવતાં પાલિકાની ચિંતામાં વધારો થયો છે. નાયર હૉસ્પિટલમાં ઝાયડસ કેડેલાની વેક્સિનની ટ્રાયલ કરવામાં આવવાની છે
સારા સમાચાર : જ્વેલરી ઉદ્યોગના સુવર્ણ દિવસો પાછા આવ્યા, રીટેલ માર્કેટમાં ઘરાકી વધી; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 6થી 12 વર્ષની એજ-ગ્રુપનાં 25 લાખથી વધુ બાળકો છે.
