ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ 28 ડિસેમ્બર 2021
મંગળવાર
ભારતમાં વધતા જતા ઓમીક્રોનના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ માટે ગાઈડલાઈન જાહેર કરી છે.
આ ગાઈડલાઇનમાં સરકારે 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનની રસી આપવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી છે.
એટલે કે આ વયના લોકોને અન્ય બીજી કોઇ રસી નહીં આપવામાં આવે કેમ કે કોવેક્સિન તેમના માટે એક માત્ર વિકલ્પ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે દેશને સંબોધિત કર્યો હતો. તે સમયે તેમણે 15થી 18 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી.