ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં ગુરુવારે સવારે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ કરેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસની માહિતી પર મોડી રાત્રે આ વિસ્તારમાં એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. 2 આતંકવાદીઓ માર્યા ગયા છે અને કામગીરી હજી ચાલુ છે.
સુરક્ષા દળોની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન દરમ્યાન શંકાસ્પદ સ્થળે ઘેરાબંધી કર્યાની સાથે જ છુપાયેલા આતંકવાદીઓએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. એક અધિકારીએ કહ્યું છે કે ફાયરિંગનો જવાબ આપતાની સાથે જ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.
સુરક્ષા દળોએ આ વર્ષે કાશ્મીરમાં અત્યાર સુધીમાં 6 માહિનામાં જ 108 આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. દક્ષિણ કાશ્મીરમાં મોટાભાગના આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે સુરક્ષા દળોનું ધ્યાન ઉત્તર કાશ્મીર તરફ છે જ્યાં ઇનપુટ મુજબ 100 થી વધુ આતંકવાદીઓ સક્રિય છે અને તેમાંના મોટાભાગના વિદેશી આતંકવાદી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com