News Continuous Bureau | Mumbai
Operation Sindoor: ભારત સરકારે બુધવારે વહેલી સવારે એક ઐતિહાસિક અને સંયુક્ત ત્રિ-સેના (Tri-Forces) ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક (Air Strike) કરી. આ કાર્યવાહી પહેલગામ આતંકી હુમલાના જવાબરૂપે કરવામાં આવી હતી, જેમાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકના મોત થયા હતા.
Operation Sindoor: ત્રિ-સેના (Tri-Forces)નું સંયુક્ત પ્રહાર
આ ઓપરેશનમાં ભારતીય સેના (Army), નૌસેના (Navy) અને વાયુસેના (Air Force)એ ભાગ લીધો હતો. ત્રણેય દળોએ પોતાના આધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો જેમાં ખાસ કરીને કામીકાઝે ડ્રોન (Kamikaze Drone) એટલે કે Loitering Ammunitionનો ઉપયોગ થયો હતો. આ ડ્રોન ટાર્ગેટ પર સીધા ટકરાઈને વિસ્ફોટ કરે છે.
Operation Sindoor: 100KM અંદર ઘુસીને આતંકના અડ્ડાઓ પર હુમલો
ભારતે જે 9 સ્થળોને નિશાન બનાવ્યા તેમાં બહાવલપુર (Bahawalpur), મુરીદકે (Muridke), ગુલપુર (Gulpur), કોટલી (Kotli) અને મુઝફ્ફરાબાદ (Muzaffarabad) જેવા સ્થળોનો સમાવેશ થાય છે. બહાવલપુર, જે ક્યારેક જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad)નું ગઢ ગણાતું હતું, તે આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિમી અંદર આવેલું છે.
આ સમાચાર પણ વાંચો : India Vs Pakistan War Mock Drill: દેશભરમાં મોકડ્રીલ, શા માટે જરૂરી છે આ કવાયત? જાણો સરળ ભાષામાં…
Operation Sindoor: સંયમિત અને સચોટ જવાબ: રાજકીય અને કૂટનીતિક સ્તરે પણ સક્રિયતા
આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સૈન્યના કોઈ પણ બેઝને નિશાન બનાવવામાં આવ્યો નથી. માત્ર આતંકી ઠેકાણાઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval)એ આખી રાત ઓપરેશનની દેખરેખ રાખી હતી. ઓપરેશન બાદ ડોભાલે અમેરિકાના NSA અને વિદેશ મંત્રીને માહિતી આપી હતી.