News Continuous Bureau | Mumbai
Operation Sindoor: ગત 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ 7 મેના રોજ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. જે બાદ પાકિસ્તાન અકળાયું છે અને સતત ભારત પર હુમલો કરી રહ્યું છે. જોકે, ભારતીય સેના પાકિસ્તાનના દરેક નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવી રહી છે. જેના વીડિયો પણ સેના દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.
Operation Sindoor: ભારતીય સૈનિકો એ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો
ભારતીય સેનાએ સોશિયલ મીડિયા સાઇટ X પર આતંકવાદીઓના ઠેકાણાઓના વિનાશનો વધુ એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘કદમ-કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા… યે જિંદગી હૈ કૌમ કી, તુ કૌમ પે લુટાય જા’ ગીત વાગી રહ્યું છે. દરમિયાન વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય સૈનિકો ભારે બંદૂકોથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક પછી એક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી રહ્યા છે.
Operation Sindoor: જુઓ વીડિયો
OPERATION SINDOOR
Indian Army Pulverizes Terrorist Launchpads
As a response to Pakistan's misadventures of attempted drone strikes on the night of 08 and 09 May 2025 in multiple cities of Jammu & Kashmir and Punjab, the #Indian Army conducted a coordinated fire assault on… pic.twitter.com/2i5xa3K7uk
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 10, 2025
આ વીડિયો સાથે, ભારતીય સેનાએ કેપ્શનમાં લખ્યું છે કે, ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચ પેડ્સ તોડી પાડ્યા. 08 અને 09 મે 2025 ની રાત્રે જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરવાની પાકિસ્તાનની હિંમતના જવાબમાં, ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચ પેડ્સ પર હુમલો કરીને તેનો નાશ કર્યો.
કેપ્શનમાં આગળ લખ્યું છે કે, નિયંત્રણ રેખાની નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી લોન્ચ પેડ્સ ભૂતકાળમાં ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો સામે આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલીકરણનું કેન્દ્ર રહ્યા છે. ભારતીય સેનાની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીએ આતંકવાદી માળખા અને ક્ષમતાઓને મોટો ફટકો આપ્યો છે.
Operation Sindoor: પાકિસ્તાનના ત્રણ શહેરોમાં સ્થિત એરબેઝનો નાશ
જણાવી દઈએ કે આજે પહેલા જ ભારતીય સેનાએ બીજો એક વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે ભારતે બદલો લેવા માટે પાકિસ્તાનના ત્રણ શહેરોમાં સ્થિત એરબેઝનો નાશ કર્યો હતો. આનાથી હતાશ થઈને, પાકિસ્તાને આજે ફરી એકવાર મિસાઈલ અને ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેમને નિષ્ફળ બનાવ્યા.
આ સમાચાર પણ વાંચો : Operation sindoor: ‘શર્મ કરો યાર યુદ્ધ ચાલી રહ્યું છે’… ભારત પાકિસ્તાન ના તણાવ વચ્ચે ‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મની જાહેરાત પર રોષે ભરાયેલા લોકો એ આપી આવી પ્રતિક્રિયા
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)