News Continuous Bureau | Mumbai
દેશના નાગરિકોમાં(citizens of the country) છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિકતા(Citizenship) છોડવાનું ચલણ વધી ગયું છે. વર્ષ ૨૦૨૧માં કુલ કેટલા ભારતીય નાગરિકોએ(Indian citizens) દેશની નાગરિકતા છોડી કોઈ અન્ય દેશની નાગરિકતા અપનાવી આ સવાલના સંસદમાં(Parliament) આપવામાં આવેલા જવાબે ચોંકાવી દીધા છે. એક લેખિત સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ(Union Minister of State for Home Affair) સંસદમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૯ કરતા વર્ષ ૨૦૨૧માં કુલ ૧ લાખ ૬૩ હજાર ૩૭૦ લોકોએ ભારતની નાગરિકતા છોડી કોઈ અન્ય દેશની નાગરિકતા અપનાવી લીધી છે.
કેન્દ્ર સરકાર(Central Govt) તરફથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે(Nityananda Rai) જવાબ આપતા જણાવ્યું, વર્ષ ૨૦૧૯માં આ આંકડો એક લાખ ૪૪ હજાર ૧૭ હતો. સરકાર દ્વારા પોતાના જવાબમાં રજૂ કરવામાં આવેલી કુલ ૧૨૩ દેશોની યાદીમાં ૬ એવા દેશ છે જેમાં ભારતની નાગરિકતા છોડી વર્ષ ૨૦૨૧માં કોઈ ભારતીયે ત્યાંની નાગરિકતા લીધી નહીં. સૌથી ધ્યાન આપવા જેવી બાબત છે કે ૨૦૧૯માં એકપણ ભારતીયે ભારતની નાગરિકતા છોડી પાકિસ્તાનની નાગરિકતા(Pakistan citizenship) અપનાવી નહોતી.
આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ- હવે આ તારીખે ફરી બોલાવી શકે છે ED-જાણો વિગતે
જ્યાં વર્ષ ૨૦૧૯માં એકપણ ભારતીયે પાકિસ્તાનની નાગરિકતા ન લીધી. તો ૨૦૨૧માં ૪૧ ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા અપનાવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૦માં પાકિસ્તાનની નાગરિકતા લેનારા ભારતીયોની સંખ્યા માત્ર ૭ હતી. સરકારને સવાલમાં તેનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં સરકારે કહ્યું કે, આવા બધા નાગરિકતા પોતાના અંગત કારણોથી છોડી છે.
ભારત છોડીને અન્ય દેશોમાં જનારા ભારતીયોની(Indians) પસંદગીમાં સૌથી ઉપર અમેરિકા(USA) તો ત્યારબાદ ઓસ્ટ્રેલિયા(Australia) રહ્યું છે. ત્યારબાદ ભારતીયો કેનેડાને(Canada) પસંદ કરી રહ્યાં છે. ચોથા નંબરે ભારતીયો રહેવા માટે બ્રિટનને(Britain) પસંદ કરી રહ્યાં છે.