308
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Covid19 Outbreak) મહામારીના નવા મામલામાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2067 નવા કેસ(Covid cases) નોંધાયા છે અને 40 સંક્રમિત દર્દીઓના મોત(Covid death) થયા છે.
આ અગાઉ સોમવારે 1247 કેસ નોંધાયા હતા. એટલે કે, 24 કલાકમાં દેશમાં લગભગ 65 ટકા કેસોનો વધારો થયો છે.
જો કે, આ દરમિયાન 1547 લોકો સાજા પણ થયા છે. હાલ એક્ટિવ કેસ(Active case) વધીને 12, 340 થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 4,25,13,248 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે અને 5,22,006 કોરોના દર્દીના(Covid patients) મોત થયા છે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી
You Might Be Interested In