Package Foods Label: શું તમે પણ પેકેજ્ડ ફૂડના લેબલ પર આંધળો વિશ્વાસ નથી કરતા? હેલ્થ રિસર્ચ બોડી ICMRએ આ અંગે તેના અહેવાલમાં કહ્યું છે કે, આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે, કારણ કે પેકેજ્ડ ફૂડના લેબલ ભ્રામક અથવા ખોટા પણ હોઈ શકે છે. ICMR મુજબ, ‘સુગર ફ્રી’ ( Sugar Free ) હોવાનો દાવો કરતા ખોરાકમાં ચરબીનું પ્રમાણ હોઈ શકે છે અને તે પણ શક્ય છે કે પેક્ડ ફળોના રસમાં માત્ર 10% ફળોનો રસ હોય. આવી સ્થિતિમાં, કોઈપણ વસ્તુ ખરીદતી વખતે, તેના પરના સ્વાસ્થ્યના દાવાઓને યોગ્ય રીતે વાંચવું જોઈએ. ICMRએ આ અંગે એક એડવાઈઝરી પણ જારી કરી છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલી આહાર માર્ગદર્શિકામાં, ICMRએ જણાવ્યું હતું કે ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને વિશ્વાસ અપાવવા માટે પેકેજ્ડ ખોરાક પર આરોગ્યના દાવા ( Health claims ) કરી શકાય છે કે આ પ્રોડક્ટસ સ્વાસ્થ્ય માટે એકદમ સારું છે.
Package Foods Label: પેકેજડ ફૂડના ઘટકો અને અન્ય માહિતી સંબંધિત લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા વિનંતી..
ICMR હેઠળ હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન ( NIN ) દ્વારા જારી કરાયેલ ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા કહે છે, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ ( FSSAI ) ના કડક નિયમો છે પરંતુ લેબલ પર લખેલી માહિતી ભ્રામક પણ હોઈ શકે છે. જેમાં કેટલાક ઉદાહરણો આપતાં, NIN એ જણાવ્યું કે ખાદ્ય ઉત્પાદનને ( food production ) કુદરતી ત્યારે જ કહી શકાય જો તેમાં રંગો, સ્વાદ કે કૃત્રિમ પદાર્થો ઉમેરવામાં ન આવ્યા હોય અને ઓછામાં ઓછી પ્રક્રિયા કરવામાં આવી હોય. જો કે હાલ કેટલાય પ્રોડક્ટસ આ શબ્દ (કુદરતી) નો સામાન્ય રીતે આડેધડ ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઘણીવાર કંપનીઓ દ્વારા મિશ્રણમાં એક અથવા બે કુદરતી ઘટકોને ઓળખવા માટે કરવામાં આવે છે અને તે ભ્રામક હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Uttar Pradesh Lok Sabha Election Result 2024 Live : ભાજપના ગઢ ગણાતા રાજ્યમાં પાર્ટીને મોટો ઝટકો, કોંગ્રેસ-સમાજવાદી આપી રહી છે બરાબરની ટક્કર
NIN એ લોકોને ખાસ કરીને પેકેજડ ફૂડના ઘટકો અને અન્ય માહિતી સંબંધિત લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરી હતી. વાસ્તવિક ફળ અથવા ફળોના રસ ના દાવા અંગે પણ NIN એ જણાવ્યું હતું કે FSSAI ના નિયમો મુજબ, કોઈપણ ખાદ્ય પદાર્થ ભલે તે ખૂબ જ ઓછી માત્રામાં હોય, ઉદાહરણ તરીકે માત્ર 10 ટકા અથવા તેનાથી ઓછા ફળોની સામગ્રી ધરાવતી પ્રોડક્ટને લેબલમાં લખી શકે છે. વાસ્તવિક ફળ અથવા ફળનો રસ રાખવાની મંજૂરી છે કે તે ફળોના પલ્પ અથવા રસમાંથી બનાવવામાં આવે છે. પરંતુ વાસ્તવિક ફળ હોવાનો દાવો કરતા ઉત્પાદનોમાં ખાંડ અને અન્ય ઘટકો પણ હોઈ શકે છે અને તેમાં વાસ્તવિક ફળના ઘટકોની માત્ર 10 ટકા જ હોઈ શકે છે.
Package Foods Label: મેડ વિથ હોલ ગ્રેઈન માટે આ શબ્દોનું પણ ખોટું અર્થઘટન થઈ શકે છે
એ જ રીતે , મેડ વિથ હોલ ગ્રેઈન માટે આ શબ્દોનું પણ ખોટું અર્થઘટન થઈ શકે છે. શુગર -ફ્રી ખોરાકમાં વધારાની ચરબી, અનાજ (સફેદ લોટ, સ્ટાર્ચ) હોઈ શકે છે અને તેમાં છુપાયેલ ખાંડ (માલ્ટિટોલ, ફ્રુક્ટોઝ, મકાઈ, સીરપ) પણ હોઈ શકે છે.
માર્ગદર્શિકા અનુસાર, કંપનીઓ તેમના ખાદ્ય ઉત્પાદનો વિશે ખોટા અને અધૂરા દાવા કરવા માટે લેબલનો ઉપયોગ કરે છે. ICMR-NIN ના ડાયરેક્ટરની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.