News Continuous Bureau | Mumbai
Pahalgam Terror Attack:
- શ્રીનગરથી ચાર ખાસ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું – બે દિલ્હી અને બે મુંબઈ માટે
- એરલાઇન્સને ભાડાનું સ્તર નિયમિત જાળવી રાખવાનો નિર્દેશ
કાશ્મીરમાં થયેલા દુ:ખદ આતંકવાદી હુમલાને પગલે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ અસરગ્રસ્ત પ્રવાસીઓ અને પીડિતોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઝડપથી પગલાં લીધાં છે.
મંત્રીએ ગૃહમંત્રી સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને સંબંધિત અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં કામ કરીને ચોવીસ કલાક પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. તાત્કાલિક રાહત પગલાંના ભાગરૂપે શ્રીનગરથી ચાર ખાસ ફ્લાઇટ્સ – બે દિલ્હી અને બે મુંબઈની વ્યવસ્થા કરવામાં આવી છે અને વધુ જરૂર પડે તો તે જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વધારાની ફ્લાઇટ્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : પહેલગામમાં આતંકી હુમલો કરનારા 4 શંકાસ્પદ આતંકીઓના ફોટા એજન્સીઓ દ્વારા જાહેર!!! સુરક્ષા એજન્સીઓ શોધખોળમાં લાગી..
શ્રી રામ મોહન નાયડુએ તમામ એરલાઇન ઓપરેટરો સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને ભાવ વધારા સામે કડક સલાહ જારી કરી હતી. એરલાઇન્સને નિયમિત ભાડા સ્તર જાળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી આ સંવેદનશીલ સમય દરમિયાન કોઈ પણ મુસાફર પર બોજ ન પડે.
આ ઉપરાંત શ્રી રામ મોહન નાયડુએ તમામ એરલાઇન્સને મૃતકોને તેમના ગૃહ રાજ્યોમાં પરિવહન માટે સંપૂર્ણ સહયોગ આપવા, રાજ્ય સરકારો અને સ્થાનિક અધિકારીઓ સાથે સુમેળમાં કામ કરવા નિર્દેશ આપ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાઈએલર્ટ પર છે અને અસરગ્રસ્તોને દરેક શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.