Site icon News Continuous Bureau | Mumbai

‘ઘરના છોકરા ઘંટી ચાટે…’ દુનિયામાં ભીખ માંગતા ઇમરાન ખાને ભારતને આર્થિક મદદ કરવાની ઓફર કરી છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

12 જુન 2020

 પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ની હાલત આજકાલ "ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આંટો". જેવી છે.  પોતે દુનિયાભરમાં ભટકીને પાકિસ્તાન માટે ઉછીના પૈસા માગી લાવીને જેમ દેશ ચલાવી રહ્યા છે પરંતુ, ભારતના 34 %  ગરીબ લોકોને આર્થિક મદદ કરીશ, એવું બયાન આપી ઇમરાન ખાન સ્વયં હાંસીને પાત્ર બન્યા છે. પાક.માં કોરોનાથી બેહાલ લોકો, ગરીબી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. એવા સમયે ઇમરાને એક રિપોર્ટના સંદર્ભમાં કહ્યું કે "ભારતમાં 34%  ટકા લોકોના ઘરોમાં સરકારી મદદ વગર એક અઠવાડિયા સુધી પણ ચાલે એમ નથી. આથી હું ટ્રાન્સફર પ્રોગ્રામ દ્વારા શેર કરી તેઓની મદદ કરવા માંગુ છું".

 પાકિસ્તાનના વડાપ્રધાને દાવો કર્યો છે કે તેમની સરકારે સફળતાપૂર્વક 120 અબજ રૃપિયા 1 કરોડ પરિવારને પહોંચાડ્યા છે. જેથી ગરીબ લોકો કોરોના જેવી મહામારી સામે લડી શકે.

 હકીકતમાં 'યુનિવર્સિટી ઓફ શિકાગો' અને મુંબઈની સંસ્થા 'સેન્ટર ફોર મોનિટરિંગ ધ ઇન્ડિયન ઈકોનોમી' ના રિપોર્ટમાં કહેવાયું છે કે અંદાજે 84 % ભારતીયોના ઘરોમાં લોકડાઉન બાદ આવકમાં ઘટાડો થયો છે અને પરિવાર આઠ દિવસ પણ મદદ વગર ચાલી શકે એમ નથી. આના સંદર્ભમાં પાક.પ્રધાને ભારતને મદદની ઓફર કરી દીધી..

 આ મુદ્દે ભારતની જે પ્રતિક્રિયા હોવી જોઈએ તે જ છે. ભારતે ઈમરાન ખાનની મદદની ઑફર ઠુકરાવી દીધી છે….

ED Attaches Unity Infraprojects Assets બેંક લોન ફ્રોડમાં મોટી માછલીઓ પર તવાઈ ED એ યુનિટી ઇન્ફ્રાપ્રોજેક્ટ્સની ₹૮૫.૨૦ કરોડની સંપત્તિ કરી જપ્ત!
Amit Shah Security Review Meeting ગૃહ મંત્રાલયની મેગા સિક્યોરિટી રિવ્યુ મીટિંગ IB ચીફ, પેરામિલિટ્રી ડીજી અને રાજ્ય પોલીસ વડાઓ સાથે દેશની આંતરિક સુરક્ષા પર મંથન
BJP Attacks Rahul Gandhi Over Rally સાથી પક્ષો પણ સાથે નથી, તો આ જીદ કોના માટે? ૧ નવેમ્બરની રેલી મામલે ભાજપનો મોટો પ્રહાર શું ઇન્ડિયા ગઠબંધનમાં પડી ગઈ છે તિરાડ?
Sonia Gandhi Rajiv Gandhi Love Story રેસ્ટોરન્ટથી શરૂ થઈ હતી રાજીવ ગાંધી સાથેની લવ સ્ટોરી સોનિયા ગાંધીએ ખુદ સંભળાવી પ્રેમકહાની!
Exit mobile version