ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
05 મે 2020
પાકિસ્તાનમાં એક ઐતિહાસિક ઘટના બની છે. ત્યાંના ઇતિહાસમાં પહેલી વાર એક હિન્દુ યુવાનની ત્યાંના હવાઈદળ માં 'જનરલ ડ્યુટી' તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ યુવાનનું નામ છે રાહુલદેવ અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં રહે છે. પાકના આ જ જિલ્લામાં સૌથી વધુ હિન્દુઓની વસ્તી વસવાટ કરે છે. આવા અર્ધ વિકસિત વિસ્તારમાંથી પાકિસ્તાનના હવાઈદળના પાયલટ સુધીની રાહુલની સફર અનેક ઉતાર-ચડાવ ભરી રહી છે. આમ પાકિસ્તાનમાં હવે ધીમે ધીમે લઘુમતી કોમના સભ્યો અધિકારી, લશ્કરી સેવા તેમજ ડૉક્ટર તરીકે આગળ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના માનવાધિકાર આયોગ એ તેના વાર્ષિક અહેવાલ 2019માં જણાવ્યું છે કે "પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ ચિંતાજનક રહ્યો છે. જ્યાં રાજકીય વિરોધનાં નામે મીડિયાનો અવાજ દબાવવવામાં આવી રહ્યો છે. સાથે જ લઘુમતીઓની ધાર્મિક-સાંસ્કૃતિક સ્વતંત્રતાને ડામી દઈ તેઓના ધાર્મિક સ્થળો સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમજ લઘુમતી કોમની યુવતીઓનો જબરજસ્તીથી ધર્માંતરણ કરવા જેવા મુદ્દાઓ સામેલ કરાયા છે..