Site icon News Continuous Bureau | Mumbai

આનંદો!! રાહુલ દેવ બન્યાં પાકિસ્તાન એરફોર્સમાં પ્રથમ હિન્દુ પાયલટ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

05 મે 2020 

પાકિસ્તાનમાં એક ઐતિહાસિક ઘટના બની છે. ત્યાંના ઇતિહાસમાં પહેલી વાર એક હિન્દુ યુવાનની ત્યાંના હવાઈદળ માં 'જનરલ ડ્યુટી' તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ યુવાનનું નામ છે રાહુલદેવ અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં રહે છે. પાકના આ જ જિલ્લામાં સૌથી વધુ હિન્દુઓની વસ્તી વસવાટ કરે છે. આવા અર્ધ  વિકસિત વિસ્તારમાંથી પાકિસ્તાનના હવાઈદળના પાયલટ સુધીની રાહુલની સફર અનેક ઉતાર-ચડાવ ભરી રહી છે. આમ પાકિસ્તાનમાં હવે ધીમે ધીમે લઘુમતી કોમના સભ્યો અધિકારી, લશ્કરી સેવા તેમજ ડૉક્ટર તરીકે આગળ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના માનવાધિકાર આયોગ એ તેના વાર્ષિક અહેવાલ 2019માં જણાવ્યું છે કે "પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ ચિંતાજનક રહ્યો છે. જ્યાં રાજકીય વિરોધનાં નામે મીડિયાનો અવાજ દબાવવવામાં આવી રહ્યો છે. સાથે જ લઘુમતીઓની ધાર્મિક-સાંસ્કૃતિક  સ્વતંત્રતાને ડામી દઈ તેઓના ધાર્મિક સ્થળો સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમજ લઘુમતી કોમની યુવતીઓનો જબરજસ્તીથી ધર્માંતરણ કરવા જેવા મુદ્દાઓ સામેલ કરાયા છે..

Delhi Protest INDIA Bloc Supreme Court આ કોર્ટરૂમ છે કે મચ્છી માર્કેટ? વિપક્ષ અને CJP ના પ્રદર્શન પર CJI ના આકરા મિજાજથી સુપ્રીમ કોર્ટમાં સોપો પડી ગયો
Supreme Court Airfare Hike ફ્લાઈટ ટિકિટો મોંઘી થવા મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર; કહ્યું ટિકિટ ૭૦૦% મોંઘી થઈ ગઈ છે? તો ફ્લાઈટમાં ન બેસો!
Rahul Gandhi Foreign Support Allegation ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે’ રાહુલ ગાંધીનો PM મોદી પર સનસનાટીભર્યો આરોપ, કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચાનો ફેંક્યો પડકાર
Amit Shah Challenges Rahul Gandhi ‘મોક પાર્લામેન્ટમાં જ PM બની શકો છો’ અમિત શાહનો રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર, વિશેષ સત્ર બોલાવી ચર્ચા કરવા સરકાર તૈયાર
Exit mobile version