ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીના નિવેદનોથી ગુસ્સે ભરાયેલાં સાઉદી અરબને મનાવવા માટે હવે પાકિસ્તાનના આર્મી ચીફ, જનરલ કમર જાવેદ બાજવા રિયાદની મુલાકાતે જશે. બંને દેશો વચ્ચે કડવાશ એ હદે વધી ગઈ છે કે સાઉદી સરકારે પાકિસ્તાનની સાથે 6.2 બિલિયન ડૉલરની ફાઇનાન્શિયલ ડીલને રદ્દ કરી દીધી છે અને ઉધાર ક્રૂડ ઓઇલ અને ગેસ આપવા પર પણ રોક લગાવી દીધી છે..
સાઉદી આર્મીના તીખા તેવર જોઈ પાકિસ્તાની આર્મી ચીફ તુરંત જ ઇસ્લામાબાદમાં આવેલી સાઉદી અરબના રાજદૂત એડમિરલ નવાફ બિન સઈદ અલ મલિકી સાથે મુલાકાત કરી આવ્યા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન પારસ્પારિક હિત, ક્ષેત્રીય સુરક્ષા અને દ્વિપક્ષીય રક્ષા સંબંધોના મામલે ચર્ચા કરવામાં આવી. પરંતુ આ બેઠકમાં કુરૈશીના નિવેદનને લઇ બાજવા અને સાઉદી અરબના રાજદૂત વચ્ચે કોઈ વાત થઈ કે નહીં એ અંગે બોલવાનું ટાળ્યું હતું…
પાકિસ્તાનમાં પણ કુરૈશીના નિવેદનની સાર્વજનિક નિંદા કરવામાં આવી રહી છે. નોબત એ આવી કે કુરૈશીએ મીડિયાથી ભાગવું પડી રહ્યું છે.
આખી બબાલ જે વાતથી શરૂ થયી છે તે એ છે કે…..
કુરૈશીએ કહ્યું હતુ કે, સાઉદી અરબ OIC (ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓર્પોરેશન) ને જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ભારતની વિરુદ્ધ ઉભા થવા નથી દઈ રહ્યું. કુરૈશીએ કહ્યું હતુ કે ઓઆઈસી કાશ્મીર મુદ્દે પોતાના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠક બોલાવવામાં જાણીજોઈને ઢીલ કરી રહી છે. પાકિસ્તાન જ્યારથી કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારથી જ 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવવા માટે સતત સાઉદી અરબ પર દબાણ કરી રહ્યું છે. પરંતુ કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનનું સાંભળવા સુધ્ધાં તૈયાર નથી..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com