ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
પાકિસ્તાને ચીનની ખાણકામ કરતી કંપનીઓને, આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને, કબજે કરેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન (GB) પ્રદેશમાં કુદરતી સંસાધનોની લૂંટ ચલાવવાની ખુલ્લી છૂટ આપી છે. આટલું જ નહીં, ઇસ્લામાબાદ દિઆમાર વિભાગમાં મોટો ડેમ બાંધવા માટે બેઇજિંગ સાથે મલ્ટિ-અબજ ડોલરના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે, જ્યારે આ ક્ષેત્ર કાયદાકીય રીતે ભારતનો છે.
પાકિસ્તાનની સરકારે ગેરકાયદેસર રીતે સોનું, યુરેનિયમની ખાણ માટે ગિલગિટ અને બલુચીસ્તાનમાં ચીની કંપનીઓને 2,000 થી વધુ ખાણ લીઝ પર આપી છે. આમ કરતાં ઇમરાન ખાન સરકારે પર્યાવરણને લાગતા ધારા ધોરણો પણ ફગાવી દીધા છે.
ગિલગીટ બાલટીસ્તાનના એક સ્થાનીક નેતાએ કહ્યું કે "આવતા મહિને જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં, કુદરતી સંસાધનો લૂંટવાના પાકિસ્તાનના આ ષડયંત્રનો પર્દાફાશ કરીશું." પાકિસ્તાની બંધારણની કલમ 257 મુજબ પણ ઇસ્લામાબાદની સરકારને GB ક્ષેત્રમાં કુદરતી સંસાધનો લૂંટવાનો કોઈ અધિકાર નથી."
સ્થાનિક નેતાએ ઉમેર્યું, 'સ્થાનિક લોકોની સલાહ લેવામાં આવતી નથી. તેના હિતોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી રહી છે. જીબી ક્ષેત્રમાં ચીનને ખાણ લીઝ પર આપવાનું આ પ્રકારનું પગલું આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન પણ છે. મીડિયા પર, ઉત્તરીય વિસ્તારોમાં ગિલગિટ, બાલ્તિસ્તાન અને ડાયમારમાં સંપૂર્ણ રીતે સેન્સર કરાયો છે. આનું સંપૂર્ણ નિયંત્રણ પાક સરકાર કરે છે.
તાજેતરમાં, ચાઇનાની સરકારી ફર્મ અને પાકિસ્તાન આર્મી ની એક વિંગ વચ્ચે દિયામર ભાષા ડેમ બનાવવા માટે 442 અબજ રૂપિયાના સંયુક્ત કરારો પણ થયા છે. પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને 45,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની યોજના ધરાવે છે. આ વીજળીનો ઉપયોગ પાકિસ્તાનના લોકો માટે થશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com