ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 જુલાઈ 2020
લો બોલો વિશ્વભરમાં કોરોના ફેલાવનાર ચીન જેનું મિત્ર છે એવા પાકિસ્તાનના એક નાગરિકે, અમેરિકા પર કોરોના વાયરસ ફેલાવવા બદલ 20 અબજ ડોલર નો કેસ કર્યો છે. આ અરજી કરનાર યુવક પોતે કોરોના ગ્રસ્ત છે. તેણે લાહોરની કોર્ટમાં અરજી કરીને અમેરિકા પાસેથી પોતાને થયેલા નુકસાનની ભરપાઈ પેટે આ અબજો ડોલરની રકમ માંગી છે. સાથે જ પાકિસ્તાનમાં આ મહામારી ફેલાવવા બદલ અમેરિકાને જ દોષી ઠેરવ્યુ છે.
એનાથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે પાકિસ્તાન સિવીલ કોર્ટના જજે આ અરજીના અનુસંધાને ઇસ્લામાબાદના અમેરિકી ઉચ્ચ આયોગ, લાહોરમાં આવેલી અમેરિકી મહાવાણિજ્યની ઓફીસ તેમજ અમેરિકી સંરક્ષણ સચિવ અને વિદેશ મંત્રાલયને 7 મી ઓગસ્ટ સુધીમાં આનો જવાબ આપવાની નોટિસ ફટકારી છે…
જ્યારે સૌ કોઈ જાણે છે કે પાકિસ્તાન સરકાર પહેલેથી જ કોરોનાને લઈ ગંભીર થયી નથી કે નથી કોઈ દિવસ વાયરસ ફેલાતો રોકવા કોઈ ઉપાય કર્યા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com