ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
અરબ સાગરમાં ભારતીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત જ છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 13 ફિશિંગ બોટ અને 78 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ અપહ્યત બોટ તથા માછીમારોની સંખ્યા વધે તેવી શક્યતા છે.
અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર, ઓખા અને માંગરોળની હોવાની શક્યતા જણાઈ રહી છે.
પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો આ એક સપ્તાહમાં ચોથો બનાવ છે.
એક અહેવાલ પ્રમાણે હાલ 600 જેટલા ભારતીય માછીમારો અને 1,200 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે.