ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુલાઈ 2020
પાકિસ્તાની સરકારે લશ્કર-એ-તોઇબાના સ્થાપક, જમાત-ઉદ-દાવાના નેતા અને મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ સહિતના તેના પાંચ સહયોગીઓના બેંક ખાતા ખોલવાની મંજુરી આપી દીધી છે.
અહીં સ્પષ્ટતા જરૂરી છે કે, હાફિઝ સઈદ, જમાત-ઉદ-દાવાના અબ્દુલ સલામ ભુતવી, હાજી એમ. અશરફ, યાહ્યા મુજાહિદ અને ઝફર ઇકબાલ સાથે મળીને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી હતી કે કુટુંબના ખર્ચ પૂરા કરવા માટે તેમની પાસે પૈસા નથી આથી જે બેંક ખાતા સીઝ કરવામાં આવ્યાં છે તેને ખોલવાની મંજૂરી આપે જેથી પોતાના કુટુંબ નું ભરણ પોષણ કરી શકે. નોંધપાત્ર વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ બધાને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા છે..
વિશ્વસ્તરે ભારતના દબાણ બાદ આ પાંચ આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કર્યા પછી આતંકવાદી જયારે કર્યા હતાં. પરંતુ પાકિસ્તાની સરકારે સંયુક્ત રાષ્ટ્રને તેમની આવક અને નાણાકીય સંસાધનો વિશે માહિતી આપી, અન્ય વિગતો સાથે તેમનો બેંક એકાઉન્ટ નંબર પણ UN માં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ યુએન સિક્યુરિટી કાઉન્સિલની મંજૂરી સમિતિએ પાંચેય બેંક ખાતા ખોલવાની મંજૂરી આપી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com