ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
આતંકવાદી સંગઠનોને પાળનારા પાકિસ્તાનને વધુ એક આંતરાષ્ટ્ર્રીય મચં પર ઝટકો લાગ્યો છે. ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સએ બુધવારે કહ્યું કે, બધા દેશો માટે કરાયેલી ટેરર ફાઈનાન્સિંગ અને મની લોન્ડિ્રંગની સ્ક્રૂટિની ઓકટોબર 2020 સુધી ચાલુ રાખવામાં આવશે. વિડીયો કોન્ફ્રેન્સિંગ દ્રારા આયોજિત એફએટીએફના અધિવેશનમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાકિસ્તાનને ગ્રે સૂચીમાં જ રાખવામાં આવશે કે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે. એફએટીએફ એ આતંકવાદને નાણાકીય પોષણ રોકવા અને મની લોન્ડરિંગ સામે પગલાં ઉઠાવવાને લઈને 27 પોઈન્ટસનો પ્લાન બનાવ્યો હતો અને તેનું પાલન ન કરવા પર તેને બ્લેકલિસ્ટમાં મૂકી દેવાની પણ આશંકા હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને ગત વર્ષે ઓકટોબરથી બે વખત આ એકસટેન્શન મળી ચૂકયું છે. આ વખતે કોરોના વાયરસ મહામારીને પગલે એફએટીએફએ એ બધા દશોને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કર્યેા, જે પહેલેથી તેમાં શામેલ હતા. તો, જે દેશ બ્લેક લિસ્ટમાં હતા, તે પણ તેમાં જ રહેશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com