ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
પાકિસ્તાને ફરી એક વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા, ફરી એક વખત ફજેતી થયી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ આ વિશે માહિતી આપતાં કહ્યું કે, બંધ-બારણાની અનૌપચારિક બેઠકમાં સામેલ તમામ દેશોએ જમ્મુ કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવી, કાશ્મીર અંગે પાકના વલણને વખોડી કાઢ્યું છે. કાઉન્સિલે કહ્યું કે આ કોઈ મુદ્દો જ નથી જેની પાછળ સમયનો વ્યય કરી શકાય.
UNSC એ કહ્યું કે "જમ્મુ કાશ્મીર ની કલમ 370 કોઈ મુદ્દો નથી કે જેના પર આંતરરાષ્ટ્રીય સંસ્થા પોતાનો સમય અને ધ્યાન કેન્દ્રિત કરે." તિરુમૂર્તિએ વધુમાં કહ્યું કે "મીટિંગમાં હાજર લગભગ તમામ દેશો સંમત હતાં કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ફરી એક વાર તેના એજન્ડામાં નિષ્ફળ ગયું છે."
નોંધપાત્ર વાત એ છે કે ભારતે એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો અને તેને બે ભાગોમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી પાકિસ્તાનને આંચકો લાગતા તેણે સંયુક્ત રાષ્ટ્ર સહિત વૈશ્વિક મંચ પર આ મુદ્દાને ઉઠાવવા માટે સતત પ્રયાસ કરી રહયું છે. ખરેખર તો, પાકિસ્તાન આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવા માંગે છે. ભારતે આ માટે તેને વારંવાર ઠપકો આપ્યો છે. આ પછી પણ, પાકિસ્તાને તેનું અસફળ અભિયાન આગળ ધપાવી અને કાઉન્સિલના કાયમી સભ્યને ચીનની વચ્ચે લાવવાનો પ્રયાસ કર્યો. ઉલ્લેખનીય છે કે 15 કાઉન્સિલ સભ્યોની આ બંધ બારણે અનૌપચારિક બેઠક યોજાઈ હતી. ચર્ચા દરમિયાન કંઇ પણ રેકોર્ડ પર લેવામાં આવ્યું ન હતું અને મીડિયામાં કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com