ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુન 2020
પાકિસ્તાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ રાતો રાત હિરો બની ગયા છે.
કોરોનાની મહામારીનો સામનો કરવા તેમજ પ્રવાસી મજૂરોને મદદ કરવા બલદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામની ચારેકોર ભારે પ્રશંસા થઈ રહી છે. જ્યારે ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન યોગી આદિત્યનાથના વખાણ કરતા થાકતું નથી.
પાકિસ્તાનના એક જાણીતા સમાચારપત્રએ યોગી આદિત્યનાથ તરફથી ભરવામાં આવેલા પગલાના ભારે વખાણ કર્યા હતાં. જ્યારે પાકિસ્તાનના એક જાણીતા પત્રકારે ટ્વિટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના કામકાજની સરખામણીએ કરી છે. જેમાં તેમણે ઈમરાન ખાન સરકાર કરતા યોગી આદિત્યનાથના નેતૃત્વને ચડિયાતુ ગણાવ્યુ છે. તેમનું કહેવું છે કે UP એ લોકડાઉનનો કડક અમલ કર્યો, તો પાક. પીએમ ઈમરાન ફેઈલ થયા છે અને આથી જ મૃત્યુદરમાં તફાવત સ્પષ્ટ જોઇ શકાય છે.
પાક.ના આ પત્રકારે કહ્યું કે પાકિસ્તાનની વસ્તી 20.80 કરોડ છે તો એકલા ઉત્તર પ્રદેશની વસ્તી 22.50 કરોડ છે, પરંતુ અહીં મૃત્યુ દર પાકિસ્તાનની સરખામણીએ ઘણો ઓછો છે. ઉત્તર પ્રદેશમાં માત્ર 10,536 અને પાકિસ્તાનમાં 98,943 લોકોને કોરોનાનો ચેપ છે. પાકિસ્તાનમાં 2002 લોકોના મૃત્યુ થયા છે, તો UPમાં અત્યાર સુધીમાં કુલ 275 મોત થયા છે. આમ ઈમરાન ખાન કરતા યોગી આદિત્યનાથનું નેતૃત્વ વધારે ચડિયાતુ છે એવો પાકિસ્તાનમા માનવું છે..