ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસની સ્પેશિયલ સેલ ટીમે દિલ્હીમાંથી પાકિસ્તાનના આતંકીની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલી આતંકી પાકિસ્તાની મૂળનો છે. આ આંતકીને ISIએ દિલ્હી સહિત ભારતમાં હુમલા કરવા માટે તાલિમ આપી હતી.
પોલીસને તેના કબજામાંથી AK-47, હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. હાલ પોલીસ ધરપકડ કરવામાં આવેલા આતંકીની પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યુ હતુ કે આઈએસઆઈ દિલ્હીમાં વિસ્ફોટ કરી શકે છે.
શિવસેનાને કારણે વેપારીઓને નુકસાન થયું, ભાજપના આ ધારાસભ્ય કોર્ટમાં જશે અને વળતર માગશે;જાણો વિગત.