Site icon

હવે પાકિસ્તાનના ડોક્ટરો ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે- જાણો સરકારની નવી જોગવાઈ

BMC raises retirement age for doctors

મુંબઈ પાલિકાનો મહત્ત્વનો નિર્ણય, મ્યુનિસિપલ ડોકટરની નિવૃત્તિ વય હવે 62 નહીં 64..

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન(Pakistan)થી ભારત આવેલા હિન્દુ ડોક્ટરો માટે ભારત સરકારે(Indian govt) મોટો નિર્ણય લીધો છે. ભારતે પાકિસ્તાની હિન્દુ ડોક્ટરો(hindu doctor) માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારવામાં આવતા લઘુમતીઓ ભારતમાં ડોક્ટર તરીકે સેવા આપી શકશે.

Join Our WhatsApp Community

નેશનલ મેડિકલ કમિશન (NMC) એ હવે 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવેલા લઘુમતીઓ માટે દેશમાં ડૉક્ટર તરીકે સેવા આપવા માટે દરવાજા ખોલ્યા છે, જેથી પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારવામાં આવેલા હિન્દુ સમુદાયના ડૉક્ટરોને મદદ કરી શકાય.

NMC આધુનિક દવા અથવા એલોપેથીના ક્ષેત્રમાં કામ કરવા માટે કાયમી નોંધણી માટે ભારતીય નાગરિકત્વ મેળવનાર લોકોની અરજીઓ  મંગાવી છે. તે જ સમયે, NMC ના ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (GMEB) દ્વારા જાહેર કરાયેલ નોટિસ અનુસાર, શોર્ટલિસ્ટેડ અરજદારોને કમિશન અથવા તેની અધિકૃત એજન્સી દ્વારા આયોજિત પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારે માઠા સમાચાર- આ મંદિરમાં દોડધામ મચી- ત્રણના મૃત્યુ

એનએમસી(NMC)એ જૂનમાં પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા લઘુમતી તબીબી સ્નાતકો માટે પ્રસ્તાવિત પરીક્ષા માર્ગદર્શિકા (Guidelines) ઘડવા માટે નિષ્ણાતોના એક જૂથની રચના કરી હતી, જેઓ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને અહીં તબીબી ક્ષેત્રમાં કાયમી કારકિર્દી ધરાવતા હતા. 

UMEB મુજબ, અરજદાર પાસે તબીબી ક્ષેત્રમાં માન્ય લાયકાત હોવી જોઈએ અને તેણે ભારત આવતા પહેલા પાકિસ્તાનમાં ડૉક્ટર તરીકે સેવા આપી હોવી જોઈએ. અરજીઓ દાખલ કરવાની અંતિમ તારીખ 5 સપ્ટેમ્બર છે.

તમામ પાત્રતા ધરાવતા અરજદારોને NMCની અધિકૃત વેબસાઇટ www.nmc.org.in પર આપેલ લિંક દ્વારા ઓનલાઈન અરજી ભરવા માટે આપવામાં આવેલી સૂચનાઓનું સખતપણે પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ઑફલાઇન અરજીઓ કમિશન દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સંબંધિત એજન્સીઓ અને વિભાગો સાથે પરામર્શ કરીને કમિશન દ્વારા તમામ અરજીઓની તપાસ કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ અરજદારોને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. નોટિસમાં જણાવાયું છે કે જે અરજદારો આ ટેસ્ટ પાસ કરે છે તેઓ ભારતમાં આધુનિક દવા અથવા એલોપેથીની પ્રેક્ટિસ કરવા માટે કાયમી નોંધણી માટે પાત્ર બનશે.

 આ સમાચાર પણ વાંચો : મેટ્રો પ્રોજેક્ટ પર પર્યાવરણ વાદીઓનું ગ્રહણ- સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાડ નહીં તોડવાનો આદેશ

 

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version